Singvad

રણધીકપુર પોલીસ સ્ટેશન વિસ્તારના સરપંચ સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો

સિંગવડ: આજરોજ રણધિકપુર પો.સ્ટે. વિસ્તારના સરપંચઓનો સરપંચ – પોલીસ પરિસંવાદ કાર્યક્રમ તાલુકા પંચાયત કચેરી સિંગવડ ખાતે કરવામાં આવ્યો. રૂપરેખા મુજબ સરપંચઓનું સ્વાગત, પ્રવચન સમગ્ર જિલ્લામાં પોલીસ દ્રારા થયેલી સારી કામગીરી બાબતે ચર્ચા, સાઇબર અવેરનેસ–ઓનલાઇન છેતરપીંડી સાવચેતી બાબતે, શી ટીમ કામગીરી મહીલા સુરક્ષા બાબતે લેવામાં આવતા પગલાં તેમજ ટ્રાફિક અવેરનેસ, માર્ગ સલામતી, અકસ્માત નિવારણ બાબતે ચર્ચા . ગામ કક્ષાએ CCTV સ્થાપન માર્ગ દર્શન, મેન્ટર કાર્યક્રમ, ગ્રામ સુરક્ષા બાબતે ચર્ચા, ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી ,પરસ્પર ચર્ચા તેમજ અન્ય માર્ગદર્શન તેમજ અન્ય અવેરનેસ નિવારણ, આપદા વ્યવસ્થા, પોલીસ વિભાગ દ્રારા પુરી પાડવામાં આવતી સવલતો જેવી કે, નં ૧૦૦, ૧૧૨, ૧૦૯૧, ૧૦૯૮,૧૦૩૦ બાબતે માહિતી અપાઈ હતી.

મંડેર સરપંચ નરેશ ભાઈ બારીયા દ્રારા જે પોલીસ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં હેલ્મેટ માટે રોકવામાં આવે છે તેમાં થોડોક સમય લોકોને આપીને તે લોકો સરકારના નિયમ મુજબ હેલ્મેટ પહેરવાનું ચાલુ કરશે તેમ જણાવ્યું હતું . જ્યારે ગામડાઓમાં જે મોબાઈલ નેટવર્ક નો પ્રશ્ન આવતો રહે છે તો ગામડાઓમાં મોબાઇલ નેટવર્ક નો પ્રશ્ન નહિ રહે અને બધા જ ગામડામાં નેટવર્ક મળી રહે તો ગામડામાંથી તાત્કાલિક ધોરણે કોઈપણ બનાવ બને તો તેની જાણ પોલીસ તથા કોઈપણ આરોગ્ય લક્ષી કાર્યમાં થઈ શકે તેમ છે. મુનાવવાની સરપંચ પીન્ટુભાઇ બારિયા દ્વારા જણાવવામાં આવ્યું કે ગામડાઓમાં કોઈ બનાવ બને છે અને તે પોલીસને જાણ કરે છે તો પોલીસ ડાયરેક્ટ એકશન લઈને જે તે લોકોને લઈ આવે છે, તેની જગ્યાએ સરપંચ નો સંપર્ક કર્યા પછી તે કામ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી . ૪૪ સરપંચ હાજર રહ્યા હતા.

Most Popular

To Top