Vadodara

રખડતા કૂતરાઓને હટાવવાના આદેશ સામે પ્રાણીપ્રેમીઓનો વિરોધ


વડોદરા સોસાયટી ફોર પ્રીવેન્શન ઓફ ટુ એનિમલના સભ્ય તથા પ્રાણી પ્રેમીઓ દ્વારા કલેકટરને આવેદનપત્ર સાથે રજૂઆત

શીતલબેન ભાલેરવ, હીના રાવલ, ચંચલ વશિષ્ઠ સહિત પ્રાણી પ્રેમીઓએ પ્લે કાર્ડ અને પોસ્ટર્સ સાથે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી
વડોદરા: રખડતા કૂતરાઓને હટાવવા દિલ્હી સરકાર દ્વારા આપવામાં આવેલા આદેશનો જીવદયા પ્રેમીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરી વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. વડોદરામાં પણ પ્રાણી પ્રેમીઓ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.

ભારતની રાજધાની દિલ્હીમાંથી રખડતા કૂતરાઓને દૂર કરવાના સુપ્રીમ કોર્ટના મોટો આદેશ સામે દુઃખદ રીતે રાજસ્થાન (જોધપુર) ને પણ નિશાન બનાવવામાં આવ્યું છે. જો આ ચાલુ રહેશે, તો દરેક રાજ્યને સમાન ક્રૂરતાનો સામનો કરવો પડશે. જ્યારે સ્વતંત્રતા દરેક જીવ માટે છે, ત્યારે ફક્ત માણસોને જ મુક્તપણે જીવવાનો અધિકાર કેમ આપવામાં આવ્યો છે, જ્યારે અવાજહીન પ્રાણીઓને પાંજરામાં પૂરીને સ્થળાંતર કરવામાં આવી રહ્યા છે. પ્રાણીઓને સહઅસ્તિત્વમાં રાખવાને બદલે પાંજરામાં મૂકવા કેટલું યોગ્ય?

રખડતા કૂતરાઓ હટાવવા માટે સરકારે આદેશ આપ્યા છે
આદેશનાં વિરોધમા વડોદરાનાં પશુ પ્રેમીઓ મેદાનમાં ઉતયૉ નિર્ણય પાછો ખેચવા માટે પશુ પ્રેમી ઓની માંગણી સાથે હાથ માં પોસ્ટર રાખી કલેકટર ને આવેદનપત્ર આપી પશુ પ્રેમીઓએ વિરોધ વ્યક્ત કર્યો હતો.

Most Popular

To Top