વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આમ્રપાલી કોમ્પલેક્ષ પાસે નશો કરેલી હાલતમાં કાર ચલાવીને ત્રણ વાહનોને અડફેટે લીધા હતા. જેમાં એક મહિલાનું મોત નીપજ્યું હતું જ્યારે અન્ય સાત લોકોને ગંભીર ઇજાઓ સાથે સારવાર માટે એસએસજી સહિતની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. પોલીસે કાર ચાલક રક્ષિત ચોરસીયાની ધરપકડ કરી મેડિકલ કરાવાયું હતું. ત્યારબાદ તેની વધુ પૂછપરછ કરવા માટે કારેલીબાગ પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરીને ત્રણ દિવસના રિમાન્ડની માંગણી કરાઇ હતી પણ કોર્ટ દ્વારા એક દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.