અકસ્માતની ઘટના બાદ સુરેશ પશુપાલનનો વ્યવસાય કરતા પિતા સાથે પલાસનેર ગામે જતો રહ્યો હતો
સતત લોકેશન મેળવવા પ્રયાસ કરતા પોલીસને આખરે સફળતા મળી, વડોદરા લાવ્યા બાદ વારસિયા પોલીસને સોંપવામાં આવશે
પ્રતિનિધિ વડોદરા તારીખ 6
કારેલીબાગ વિસ્તારમાં ગોઝારો અકસ્માત કરનાર રક્ષિતે પ્રાંશુ ચૌહાણ સાથે મળીને ગધેડા માર્કેટ ખાતે આવેલા સુરેશ ભરવાડ ના મકાનમાં ગાંજાનો નશો કર્યો હતો. જેમાં ત્રણેય મિત્રો વિરુદ્ધ અલગથી એનડીપીએસ હેઠળ ગુનો નોંધી પોલીસે પ્રાંશુ ચૌહાણની ધરપકડ કરીને જામીનમુક્ત કર્યો હતો. કારેલીબાગ પોલીસે સુરેશ ભરવાડનું મોબાઈલ લોકેશન સતત મેળવવાનો પ્રયાસ કરતા આખરે સફળતા મળી હતી. જેમાં સુરેશ ભરવાડનું લોકેશન મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશની બોર્ડર પાસે આવેલા પલાસનેર ગામનું મળ્યું હતું. જેથી કારેલીબાગ પોલીસે ત્યાં પહોંચીને આરોપીને દબોચી લીધો હતો. વડોદરા લાવ્યા બાદ આગળની કાર્યવાહી માટે તેને વારસિયા પોલીસને સુપ્રત કરાશે. પિતા પશુપાલનનો વ્યવસાય કરતા હોય તેમની સાથે જઈને રહેવા લાગ્યો હતો.
વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આમ્રપાલી કોમ્પલેક્ષ પાસે આજથી 26 દિવસ પહેલા 13 માર્ચ ના રોજ હોળીની રાત્રે રક્ષિત ચોરસિયાએ નશામાં ધૂત થઈને ઓવર સ્પીડમાં કાર દોડાવીને આઠ લોકોને હવામાં ફંગોળ્યા હતાm જેમાં એક મહિલાનું મોત નીપજ્યું હતું. જ્યારે સાત લોકોને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડાયા હતા. રોષે ભરાયેલા ટોળાએ રક્ષિતને મેથીપાક ચખાડ્યા બાદ કારેલીબાગ પોલીસની સ્થાપ્યો હતો. પોલીસે રક્ષિત ચોરસિયાની ધરપકડ કરીને રિમાન્ડ મેળવ્યા હતા . રિમાન્ડ પૂરા થઈ ગયા બાદ તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં સોપાયો હતો. પોલીસે રક્ષિત ચોરસીયા સહિત તેના બંને મિત્રો પ્રાંશુ ચૌહાણ અને સુરેશ ભરવાડના પણ બ્લડ સેમ્પલ લઈને ફોરેન્સિકમાં ચકાસણી અર્થે મોકલ્યા હતા. જેમાં 25 દિવસ બાદ આ બ્લડ સેમ્પલનો રિપોર્ટ આવ્યો હતો. જેમાં ગાંજાની હાજરી જોવા મળી હતી. જેથી પોલીસે આ ત્રણેય મિત્રો વિરુદ્ધ એનડીપીએસની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો અને પોલીસે પ્રાંશુ ચૌહાણની ધરપકડ કરી હતી. પરંતુ જેના ઘરે ગાંજાનો નશો કર્યો હતો તે આરોપી સુરેશ ભરવાડ ભાગતો ફરતો હોય તેને પકડવા માટે ત્રણ અલગ અલગ ટીમો રવાના કરવામાં આવી હતી. જેમાં કારેલીબાગ પોલીસની ટીમ દ્વારા સુરેશ ભરવાડના મોબાઈલનું લોકેશન સતત મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ત્યારે કારેલીબાગ પોલીસને આરોપીનું લોકેશન મેળવવામાં સફળતા મળી ગઈ છે અને આરોપી સુરેશનું લોકેશન મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશની બોર્ડર પાસે આવેલા પલાસનેર ગામનું બતાવ્યું હતું. જેથી કારેલીબાગ પોલીસની ટીમ સિક્રેટલી રીતે પલાસનેર ખાતે પહોંચી ગઈ હતી અને આરોપી સુરેશ ભરવાડને દબોચી લીધો હતો. પોલીસ આરોપીને લઈને પરત વડોદરા આવવા માટે નીકળી ગઈ છે. કારેલીબાગ પોલીસ આરોપીને લઈ આવ્યા બાદ એનડીપીએસનો ગુનો વારસિયા પોલીસમાં નોંધાયેલો હોય ત્યાં સોંપવામાં આવશે. જેથી વારસિયા પોલીસ તેમના ગુનામાં આગળની કાર્યવાહી હાથ ધરશે. અકસ્માતની ઘટના બાદ સુરેશ ભરવાડ પોતાના ભાડાના મકાનને તાળું મારીને પલાસનેર ભાગી ગયો હતો. સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ સુરેશના પિતા છેલ્લા ઘણા વર્ષોથી મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશની બોર્ડર પર આવેલા આ પલાસનેર ગામમાં રહે છે અને પશુપાલનનો વ્યવસાય કરે છે.
પ્રાંશુને મુક્ત કરવા કોર્ટે આદેશ કર્યો
વડોદરા શહેરના નિઝામપુરા વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતા રવિશ ચોરસિયાની પ્રાંશુ ચૌહાણ ચૌહાણ અને સુરેશ ભરવાડ સાથે ગાઢ મિત્રતા હતી. જેના કારણે જ્યા પણ ફરવા માટે જવું હોય તેઓ ત્રણ જણા સાથે જતા હતા. જો કોઈ પાર્ટી કરવી હોય તો તેઓ એક બીજા વગર કરતા ન હતા. 13 માર્ચ ના રોજ હોળીના તહેવારની રાત્રિના સમયે રક્ષિત ચોરસિયાએ તેના બંને મિત્રો પ્રાંશુ અને સુરેશને ગાંજાની પાર્ટી કરવા માટે કહ્યું હતું અને તે જાતે જ કોઈ જગ્યા પરથી ગાંજો લઈને આવ્યો હતો. ત્યારબાદ તેઓ કિશનવાડી ગધેડા માર્કેટ પાસે આવેલી પારસ સોસાયટીમાં સુરેશ ભરવાડ ના ઘરમાં રાત્રિના સમયે ત્રણેય મિત્રોએ ગાંજાના કસ માર્યા હતા. ત્યારબાદ 11:00 વાગ્યાના રક્ષિત અને પ્રાંશુ ચૌહાણ ઘરે જવા માટે નીકળ્યા હતા. ત્યારે રક્ષિત એ કાર ચલાવવા માટે માંગી હતી રક્ષીતે પણ નશો કર્યો હોવાનું જાણતો હોવા છતાં પ્રાંશુએ તેને કાર ચલાવવા માટે આપી હતી. નશામાં ચોર બનીને પૂરઝડપે કાર દોડાવી ત્રણ વાહનોને લીધા હતા.જેમાં એક મહિલાનું મોત નીપજ્યું હતું હતો અને અન્ય સાત લોકો ઘવાયા હતા. પોલીસે રક્ષિતની ધરપકડ કરી તેને જેલ ભેગો કરી દીધો હતો. ત્યારે આ અકસ્માતના ગુનામાં કારેલીબાગ પોલીસે પ્રાંશુ ચૌહાણની પણ ધરપકડ કરવામાં આવી છે. પ્રાંશુ ચૌહાણ એ તેના બંને મિત્રો સાથે મળીને ગાંજા નો નશો કર્યો હતો તેમ છતાં ઘટના બન્યા બાદ પોલીસે પૂછપરછ કરી હતી ત્યારે તેને આ હકીકત છુપાવી હતી. જેથી પોલીસે તેના રિમાન્ડ મેળવવા માટે 6 એપ્રિલના રોજ કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરી હતી. જો કે કોર્ટે રિમાન્ડ નામંજુર કરી જામીન મુક્ત કરવા હુકમ કર્યો હતો.
– મુખ્ય આરોપી રક્ષિત ચોરસિયાની આજે ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરાશે
કારેલીબાગ ખાતે સર્જાયેલા ગામ અકસ્માતનો મુખ્ય આરોપી હાલમાં વડોદરા સેન્ટ્રલ જેલમાં સજા કાપી રહ્યો છે. દરમિયાન રક્ષિત સહિતના ત્રણે આરોપીઓના બ્લડ સેમ્પલ નો રિપોર્ટ આવતા તેમાં ગાંજાની હાજરી જોવા મળી હતી જેથી ત્રણેય વિરુદ્ધ એનડીપીએસ ની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. જેમાંથી પ્રાંશુ ચૌહાણની વારસિયા પોલીસે ધરપકડ કરીને જામીનમુક્ત કરી દીધો છે. ત્યારે હવે રક્ષિત ચોરસિયાની જેલમાંથી ટ્રાન્સફર વોરંટ દ્વારા આગામી સોમવારના રોજ ધરપકડ કરવામાં આવશે.
