Vadodara

રક્ષાબંધન પૂર્વે ખાદ્ય સુરક્ષા માટે ખોરાક શાખા દ્વારા આક્રમક ચેકિંગ

13 ઇન્સપેક્શન, 10 નમૂનાઓ લેવાયા, ખામી સામે તાત્કાલિક પગલાં

વડોદરા: શહેરના રાવપુરા, ગોત્રી, મકરપુરા, છાણી સહિતના વિસ્તારોમાં વિવિધ ફૂડ યુનિટ પર સફાઈ, લાઈસન્સ તથા પેકિંગ અંગે ચકાસણી; 3 સ્થળોએ શિડ્યુલ-4 નોટીસ અપાઈ, અનહાઈજેનિક પ્લાસ્ટિકનો જથ્થો નાશ કરાયો.

વડોદરા મહાનગરપાલિકાની ખોરાક શાખાની ટીમ દ્વારા રક્ષાબંધનના પર્વને ધ્યાને રાખીને આકસ્મિત ચકાસણીઓ 13 સ્થળોએ ઇન્સપેક્શન, 10 નમૂનાઓ લેવાયા, અન્હાઇજિનિક પરિસ્થિતિમાં નોટિસ આપાઈ

વડોદરા આગામી રક્ષાબંધન પર્વને ધ્યાનમાં રાખી વડોદરા મહાનગરપાલિકાની ખોરાક શાખાની ટીમ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં દિનાંક 5-6 ઑગસ્ટ, 2025 દરમિયાન ખાસ ઇન્સપેક્શન અભિયાન ચલાવવામાં આવ્યું હતું. સમગ્ર ઝુંબેશ અંતર્ગત ખાદ્ય સુરક્ષાની દૃષ્ટિએ 13 અલગ-અલગ ફૂડ યુનિટ્સ પર ચકાસણી કરવામાં આવી હતી, જેમાં 10 નમૂનાઓ લેવામાં આવ્યા હતા. ઉપરાંત, 2 પ્રી-ઇન્સપેક્શન, 1 ફોલો-અપ ઇન્સપેક્શન તથા 3 યુનિટ્સને FSSAIના શિડ્યુલ-4 મુજબ નોટીસો અપાઈ હતી.
મ.ન.પા. દ્વારા ચલાવેલ આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ રક્ષાબંધન જેવા મહત્વપૂર્ણ તહેવારના સમયે નાગરિકોને સુરક્ષિત અને સ્વચ્છ ખાદ્ય પદાર્થ ઉપલબ્ધ રહે તે માટે તમામ ફૂડ બિઝનેસ ઓપરેટર્સ (FBO) ને નિયમોની જાગૃતિ કરાવવી અને ગેરરીતિના મામલાઓ સામે કાર્યવાહી કરવી હતો.

આ ચેકિંગ અભિયાન દ્વારા અપુરતા લાયસન્સ, અનહાઈજેનિક પરિસ્થિતિ, પેકિંગ કાયદાનો ભંગ અને પલાસ્ટિક ઉપયોગ જેવા મામલાઓ સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી રહી છે.

ફૂડ સેફ્ટી અધિકારીઓ દ્વારા આવા સતત અભિયાનો થકી નગરજનોને, આરોગ્યપ્રદ અને પ્રમાણિત ખાદ્ય પદાર્થોની પૂર્તિ યથાવત રાખવા મ.ન.પા. પ્રતિબદ્ધ છે.
તહેવારનો સ્વાદ નગરજનો મજા સાથે માણી શકે તેરીતે ખાનપાન વ્યવસ્થાઓમાં આક્રમક ચેકિંગ પાલિકા દ્વારા ચાલુ રખાશે.

ક્યાં કેવી કરવહી કરવામાં આવી…

* રાવપુરા વિસ્તારમાં કાર્યવાહી …

1= ફરસાણ” ઉત્પાદક પેઢીનું ઈન્સપેક્શન

* ગોત્રી વિસ્તારમાં કાર્યવાહી…

1= “બાબા ફૂડીઝ” વેન્ડીંગ યુનિટ પર ફરીયાદના આધારે ચકાસણી

2= “ગાયત્રી મીલ્ક સેન્ટર”- લાઈસન્સ વિના વ્યવસાય ચાલતાં નોટિસ

3= “ઠક્કર ઉમાબેન”ની રીટેલ દુકાનની માહિતી નોંધાઈ


* જી.આઈ.ડી.સી મકરપુરામાં વિસ્તારમાં કાર્યવાહી …

1= “ક્રિષ્ણા કાઠીયાવાડી” હોકર યુનિટમાં ગુમહાઇજિન તરીકે ચીજો મળી, 500 ગ્રામ પલાસ્ટિક થેલીઓનો નાશ તથા નોટિસ આપવામાં આવી

* કારેલીબાગ વિસ્તારમાં કાર્યવાહી …

1= “કલાઉડ સ્ટોર રીટેલ પ્રા.લિ.”- પ્રી-ઈન્સપેક્શન

* હરણી વિસ્તારમાં કાર્યવાહી …

1= “સંકલ્પ કાઠીયાવાડી ઢાબા”- રેસ્ટોરન્ટ માટે પ્રી-ઈન્સપેક્શન

* છાણી જકાતનાકા વિસ્તારમાં કાર્યવાહી …

1= “મધુર સ્વીટ એન્ડ ફરસાણ”- કેસરી પેંડા, કેસરી કતરી, લસણસેવના નમૂનાઓ લેવાયા

2= “માં કેસર ગૃહ ઉદ્યોગ”- ફોલોઅપ ઇન્સપેક્શન

* વાડી (રંગમહાલ) વિસ્તારમાં કાર્યવાહી …

1= “શંકર ભુવન ફરસાણ માર્ટ” ખાતે પીસ્તા બરફી અને ગુલાબ બરફીના નમૂનાઓ લેવાયા

* વારસીયા વિસ્તારમાં ખોરાક શાખા ની કાર્યવાહી…

1= “ગાયત્રી નમકીન” ગૃહ ઉદ્યોગમાં હાઈજીન برقرار ન રાખવાના કારણે નોટિસ અપાઈ

2= “કમલ સ્વીટ એન્ડ નમકીન”માંથી કાજુ કતરી વિથ સિલ્વર લીફ અને મૈસુર પેકેટના નમૂનાઓ

3= “ખીમીયા ફરસાણ માર્ટ”માંથી કેસર બરફીનો નમૂનું લેવામાં આવ્યું

Most Popular

To Top