Vadodara

યુવકે સગાઈ કર્યા બાદ યુવતી સાથે વારંવાર શરીર સંબંધ બાંધ્યા, આખરે લગ્ન કરવાની ના પાડી તરછોડી દીધી

યુવકને સમજાવવા ગયેલા યુવતીના પરિવારજનો સાથે પણ ઝઘડો કર્યો

આખરે યુવતીએ યુવક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી

વડોદરા તારીખ 19
પંચમહાલ જિલ્લામાં રહેતી યુવતીની સગાઈ બાપોદ વિસ્તારમાં રહેતા યુવક સાથે થઈ હતી.દરમિયાન યુવતી યુવકના ઘરે આવતી હતી, ત્યારે તેની સાથે યુવક વારંવાર શરીર સંબંધ બાંધ્યો હતો. પરંતુ આખરે યુવકે લગ્ન કરવાનો ઇન્કાર કરી દેતા યુવતીએ બાપોદ પોલીસ સ્ટેશનમાં યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
પંચમહાલ જિલ્લાના હાલોલ ખાતે રહેતી 25 વર્ષીય યુવતીની 17 નવેમ્બર 2024ના રોજ બાપોદ વિસ્તારમાં રહેતા તેમના સમાજના યુવક સાથે સમાજના રિત-રીવાજ મુજબ સગાઈ થઈ હતી. જેથી યુવક યુવતીને
મળવા માટે વડોદરા સુધી બોલાવતો હતો. બંનેની સગાઈ થઈ ગઈ હોય યુવતીના પરિવારજનો પણ તેને યુવકના ઘરે જવાની પરમિશન આપતા હતા. કંપનીમાં શની-રવિવારની રજા આવતી હોય મહિનામા બેથી ત્રણ વાર યુવતી યુવકને મળવા માટે આવતી હતી. 14 ડિસેમ્બરના રોજ યુવકના ભાઈ-ભાભી તથા ભત્રીજો ડભોઈ ખાતે જવા નીકળ્યા હતા અને યુવક ઘરે એકલો હતો તે દરમ્યાન યુવતી તેના ઘરે આવી હતી. ત્યારે યુવકે તેની સાથે શરીર સંબંધ બાંધવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ યુવતીએ તેને આવું નહીં કરવા માટે રોક્યો હતો ત્યારે યુવતીને યુવકે આપણે લગ્ન તો કરવાના જ છે તેમ જણાવી શરીર સંબંધ બાંધ્યા હતા. ત્યારબાદ તો યુવતી જ્યારે યુવકના ઘરે આવતી હતી ત્યારે તેની સાથે શરીર સંબંધ બાંધતો હતો. યુવક અને યુવતીના પરિવારના સભ્યોએ બન્નેના લગ્ન કરવાનુ નક્કી કર્યું હતું. ત્યારબાદ આ યુવક યુવતીને તને નિર્ણય લેતા નથી આવડતું તેમ જણાવી ઝઘડો કરવા લાગ્યો હતો અને છેલ્લા ત્રણ મહિનાથી તેની સાથે બોલવાનું ઓછું કરી નાખ્યુ હતુ અને પોતાના વતન જતો રહયો હતો. યુવતી 10 ઓગસ્ટના રોજ યુવકને મળવા માટે તેના વતન ગઈ હતી ત્યારે યુવકના પિતાએ તું મારા પુત્રને ગમતી નથી અને તે તારી સાથે લગ્ન કરવાની ના પાડે છે તું તારી લાઇફ ના બગાડીશ તેમ જણાવ્યું હતું. યુવતીએ કયા કારણોસર યુવકે લગ્ન કરવાની ના પાડી તે બાબતે પુછવા માટે પરીવારના સભ્યો ગયા હતા ત્યારે યુવકે તેમની સાથે ઝઘડો કરી યુવતીના ભાઇને લાફો મારી ઘરની બહાર કાઢી મુક્યો હતો અને લગ્ન પણ તોડી નાખ્યા હતા. જેથી યુવતીએ યુવક વિરુદ્ધ બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

Most Popular

To Top