અતુલ પુરોહિતની વાત સાંભળવાની પણ તસ્દી ન લીધી
રિફંડની માંગણી સાથે નારા લાગ્યા,આયોજકોએ આવતીકાલ સુધી નો સમય માગ્યો મેદાન ઠીક કરવા
યુનાઈટેડ વે ગરબા કોઇને કોઇ કારણોસર વિવાદમાં રહેતું આવ્યું છે ત્યારે આ વર્ષે તો જાણે યુનાઈટેડ વે ગરબા પર આફત જ આવી છે જે પીછો છોડવાનું નામ જ નથી લેતી. શરુઆતમાં યુનાઈટેડ વે ઓફ બરોડા ના ટ્રસ્ટીઓની ટ્રસ્ટી તરીકે ની મુદત પુરી થવાનો વિવાદ તથા ભળતા નામ સાથે નો પ્રોફિટ થી કંપની ખોલી એમાં ભંડોળ ટ્રાન્સફર કરી ગોટાળાના આક્ષેપો તથા ખેતીની જમીન પર કોમર્શિયલ પદ્ધતિ થી લાભ લેવા અને ખેડૂતો ની જમીન ને નુકસાન ના આક્ષેપો. આ બધા વચ્ચે વધુ એક વિવાદ આસો સુદ એકમ ને સોમવારથી શરૂ થયેલ પ્રથમ શારદીય નવરાત્રિ ના પ્રથમ ગરબામાં ખેલૈયાઓને કીચડ વાળા મેદાનમાં ગરબા રમવાનું થતાં ગરબા ખેલૈયાઓના કપડાં ખરાબ થયા હતા.મોઘાદાટ પાસ ખરીદીને પણ ગરબા ખેલૈયાઓને યોગ્ય સુવિધાઓ ન અપાતા ગરબા ખેલૈયાઓએ ગરબા મેદાનમાં આયોજકો પાસે રિફંડ ના નારા લગાવ્યા હતા અને સ્ટેજ પાસે હૂરિયો બોલાવ્યો હતો. ગરબા ખેલૈયાઓએ અતુલ પુરોહિતને પણ બોલવા દીધા ન હતા અતુલ પુરોહિત બોલવા ઊભા થયા ત્યારે ગરબા ખેલૈયાઓએ રિફંડ… રિફંડ ની બૂમો પાડી હતી. ગરબા આયોજકોએ કાલ સુધી ગરબા મેદાન ઠીક કરવાનું કહેવા છતાં ગરબા ખેલૈયાઓ દ્વારા રિફંડ ની માંગણી કરી હોબાળો મચાવ્યો હતો અને ગરબા અટકાવી દીધા હતા