ધનાઢ્ય ગરબા આયોજકો સામે એડવોકેટની સીજીએસટી પ્રિ.ચીફ કમિશ્નર અને નાણામંત્રીને ફરિયાદ
45 હજાર સીઝન ટિકિટોનું ઓનલાઈન વેચાણ અને 10 હજાર રોકડ પાસના વેચાણ પર GSTની ચોરી થઈ હોવાનો આક્ષેપ


( પ્રતિનિધિ )વડોદરા,તા.4
વડોદરા શહેરના સૌથી મોટા યુનાઇટેડ વે ગરબા મહોત્સવ સહિતના ગરબા મહોત્સવ દ્વારા હિન્દુ ધાર્મિક તહેવાર નવરાત્રીનું 100 ટકા વેપારીકરણ કર્યું પણ ધંધાદારી ગરબા કાર્યક્રમ કરાય ત્યારે ખેલૈયા અને ગરબા જોનારને વેચેલા પાસ ટિકિટ ઉપર 18 ટકા જીએસટીની રકમ આયોજન કોઈ સરકારમાં ભરવાની થાય જે મહદ અંશે ભરી નથી તેની ઉપર તપાસ મૂકી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે વડોદરાના ધારાશાસ્ત્રી દ્વારા પ્રિન્સિપાલ ચીફ કમિશનર ફોર સીજીએસટીને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે.
હિન્દુ ધાર્મિક નવરાત્રી તહેવારના કેટલાક લોકોએ સામાજિક સંસ્થા કે કંપનીના નામે વેપારીકરણ કરીને ધંધાદારી ગરબા આયોજન કર્યા હોવાના આક્ષેપ એડવોકેટ શૈલેષ અમીન દ્વારા કરવામાં આવ્યા છે. ગરબા દરમિયાન માતાજીની આરતી માટે પણ ધંધાદારી અભિગમ રાખીને રૂપિયા વસૂલિત ધનાઢ્ય પાસે આરતી કરાવાય છે. આવા ધંધાદારી ગરબા આયોજકોને કારણે સાંસ્કૃતિક શેરી ગરબા નહીંવંત થતા ગયા છે. વડોદરામાં કેટલાક આયોજકો મહિલાઓને મફતમાં પ્રવેશ આપે તે હજી યોગ્ય છે. ગરબાનું આયોજન જ્યારે સો ટકા ધંધાદારી વલણ અપનાવીને કરાય ત્યારે આયોજકોએ ધંધાદારી ગરબા આયોજન માટે કરેલા દરેક વ્યવહાર મુજબ સરકારે નિયત કરેલો જીએસટીનો ટેક્સ ભરવાનો રહે છે. પરંતુ, ધંધાદારી ગરબા આયોજકોએ ગરબા રમવા આવનારના ટિકિટ પાસનું વેચાણ, ગરબા જોવા આવનારને ટિકિટ પાસેનું વેચાણ, ગરબા ગ્રાઉન્ડ પર વેચેલા ખાણીપીણીના સ્ટોલ, સ્પોન્સર અને જાહેરાતની લીધેલી રકમ, ગાવા આવેલ ગરબા મંડળીને ચૂકવવાની રકમ, ભાડે લીધેલી સાઉન્ડ સિસ્ટમ, વાહનોના પાર્કિંગ માટે આપેલા ઇજારાની રકમ, ડેકોરેશન અને લાઇટોના ચુકવણા, સિક્યુરિટીના માણસોનો કોન્ટ્રાક્ટ, ગરબા ગ્રાઉન્ડની જમીનનું ભાડું, ફરાસખાનું, ભાડે લીધેલા વીજળી જનરેટર, વેચેલા પાસ મોકલવા કુરિયર કે આંગણીયાને ચુકવણું, ડિજિટલ પાસ બનાવનારને ચુકવણું જેવી બાબતો ઉપર ભારત સરકાર દ્વારા નિયત કરેલા દરે જીએસટી ચૂકવવા ફરજીયાત છે. આ ઉપરાંત દરેક ટિકિટ ઉપર ટિકિટનો દર અને જીએસટીની રકમ અલગ દર્શાવવાની હોય છે. જોકે એડવોકેટે કરેલા આક્ષેપ મુજબ ઉત્સવ પ્રિય નગરી વડોદરામાં ધંધાદારી ગરબાનું આયોજન કરતી સંસ્થાઓ જેમાં યુનાઇટેડ વે બરોડા ફાઉન્ડેશન કે જે યુનાઇટેડ ગરબા મહોત્સવ 2025 નામના ધંધાદારી ગરબાનું અટલાદરા ખાતેના ગ્રાઉન્ડમાં આયોજન કર્યું હતું. .આ ધંધાધારી ગરબા આયોજકોએ તેમના ગ્રાઉન્ડની ક્ષમતા કરતા અનેક ગણી વધારે સંખ્યાની ટિકિટો,પાસ વેચેલા હતા. આ બાબતે નવરાત્રી શરૂ થતા પહેલા વડોદરાના પોલીસ કમિશનરને દરબાર રમવા માટેના ગ્રાઉન્ડ ના માપ મેળવી પ્રતિ ચોરસ મીટર એક ખેલૈયાની ગણતરી કરી માપ મુજબ નિયત સંખ્યાના પાસો વેચવાની શરત પોલીસ પરવાનગી આપતા પહેલા મેળવી જોઈએ તેવી રજૂઆત પણ કરવામાં આવી હતી. હાલમાં યુનાઇટેડ વે ગરબા મહોત્સવ કે જે યુનાઇટેડ બરોડા ફાઉન્ડેશન નામની વર્ષ 2023 માં રજીસ્ટર ઓફ કંપની અમદાવાદમાં નોંધાયેલી સંસ્થા છે. આ કંપની દ્વારા અટલાદરા ખાતે ગરબા યોજાયા હતા. જે સંપૂર્ણ ધંધાદારી ગરબા રહ્યા. ગરબા રમવાની ટિકિટો પાસ ગરબા જોવાની ટિકિટો પાસ વાહન પાર્કિંગના પાસને સામે ફરજિયાત ડોનેશન મેળવી વેચાણ તો કર્યા ઉપરાંત માતાજીની આરતી કરવાના પણ ડોનેશનના નામે રૂપિયા વસૂલ્યા હોવાની વાત છે. મહિલા હોય કે પુરુષ ગમે તેટલી માતાજીના ગરબામાં આસ્થા હોય પણ ગરબા રમવા ભાગ લેવો હોય તો તમામે ફરજિયાત ડોનેશન આપી પાસ કે ટિકિટ મેળવવી પડે છે. ત્યારે, ભારત સરકારનો 18% જીએસટી નહીં ભરવા માટે છટકબારી રૂપે ફરજિયાત ડોનેશન મેળવી તેની સામે ટિકિટો આપી છે તેવા આક્ષેપ શૈલેષ અમીને કર્યા છે. વધુમાં તેમણે ભારતના કાયદામાં ડોનેશનની વ્યાખ્યા અ ડોનર ઈઝ અ પર્સન હુ ગીવ્સ મની ઓર એસેટ્સ ટુ અનધર વિધાઉટ એક્સેપ્ટિંગ એનીથીંગ ઈન રિટર્ન. આ ધંધાદારી ગરબા આયોજકોએ જેને ગરબા રમવા હોય ગરબા જોવા હોય તેને ફરજિયાત ડોનેશન આપવું પડે એક મહિના પહેલા ઓનલાઈન ગરબા ના ખેલૈયાઓ પાસેથી રૂપિયા ઉઘરાવી અંદાજે 50,000 જેટલા સીઝન પાસે વેચ્યા હતા. આ ધંધાદારી ગરબા આયો જો કોઈએ તો એક મોટું કવર બનાવી. જેમાં ચોક્કસ સંખ્યામાં વીવીઆઈપી ટિકિટ પાસ પાર્કિંગ પાસ ગરબા રમવાના પાસ ગરબા જોવાના પાસ વગેરેના સેટને ડોનેશનના નામે અંદાજિત ત્રીસ હજાર જેટલી રકમમાં વેચ્યા. આવા અઢળક કવરો ડોનેશન સામે વેચ્યા જે ભારત સરકારનો જીએસટી નહીં ભરવાની એક જ છટકબારી છે. જ્યારે બીજા એક ગરબા આયોજકે 45,000 જેટલા સીઝન ટિકિટ કે જે નવ દિવસ માટે હોય તેવા ઓનલાઈન ખેલૈયાઓના પાસ વેચ્યા. આ ઉપરાંત રોજબરોજ ગરબા ગ્રાઉન્ડ ઉપર વિન્ડો બારી બનાવી રોકડેથી રોજના એવરેજ 10,000 જેટલા પાસનું વેચાણ કરતા રહ્યા ડોનેશન સામે વેચેલા પાસ ઉપર જીએસટી દર્શાવતી કોઈ વિગતો પણ છાપવામાં આવી ન હતી
સરકારને ભરવાના જીએસટીની ચોરી ચલાવી લેવી જોઈએ નહીં
હિન્દુ ધાર્મિક તહેવારનો દુરુપયોગ કરીને સો ટકા ધંધાદારી વલણ સાથે ગરબાનું આયોજન કરાય. જેમાં નવ દિવસમાં અંદાજે 20 થી 30 કરોડ રૂપિયાના ટ્રાન્જેક્શન કરાય માકબર નફો રેડી લેવાય. ત્યારે સરકારને ભરવાના જીએસટીની ચોરી ચલાવી લેવી જોઈએ નહીં. ભારત સરકાર દ્વારા નિયત કરેલ જીએસટી ટેક્સથી મેળવેલ રકમમાંથી સમગ્ર ભારતના રોડ રસ્તા રેલવે બ્રિજ સહિતનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલોપમેન્ટ ઉભું કરવામાં વપરાય છે. ત્યારે, જીએસટીની રકમ નહિ ભરીને ડોનેશન નામની છટકબારીનો ઉપયોગ કરવો તે રાષ્ટ્ર વિરોધી કાર્ય ગણાય. આથી રાષ્ટ્રના હિતમાં વડોદરા શહેરમાં યોજાયેલા આ ગરબા આયોજકો ઉપર જીએસટી ભરવાની ટાળવા માટેની તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવા પ્રિન્સિપાલ ચીફ કમિશનર ફોર સીજીએસટી વડોદરાની ફરિયાદ કરી છે અને નાણામંત્રીને પણ પત્ર મોકલી આપવામાં આવ્યો છે. : શૈલેષ અમીન , એડવોકેટ