Vadodara

યુનાઈટેડ વેમાં યુવતીએ અગાઉ ઇ – સિગારેટના ધુમાડા ઉડાડ્યા હતા, તેવી ઘટના ફરી ન બને તે માટે પોલીસ એક્ટિવ

સનફાર્મા રોડ પર દુકાનમાંથી ગેરકાયદે વિદેશી તથા ઈ સિગારેટનું વેચાણ કરનાર વેપારીની ધરપકડ

અગાઉ યુનાઇટેડ વેમાં ઈ-સિગારેટના ધુમાડા હવામાં ઉડાવતી યુવતીનો ગરબે ઘૂમતો વિડીયો વાયરલ થયો હતો

નવરાત્રી દરમિયાન ગેરકાયદે ઈ-સિગારેટનું વેચાણ કરનાર વેપારીઓ વિરુદ્ધ એસઓજીની લાલ આંખ

વડોદરા તા.4

નવરાત્રી તહેવારમાં હેલ્થ વોર્નીંગ વગરની વિદેશી ઈ-સિગારેટનું વેચાણ કરનાર શખ્સો વિરુદ્ધ એસઓજી પોલીસ દ્વારા એક ડ્રાઈવ શરૂ કરાઇ છે. દરમ્યાન નવરાત્રીના પ્રથમ દિવસે સનફાર્મા રોડ ઉપર આવેલી દુકાનમાં એસઓજીએ રેડ કરીને 53 હજારની હેલ્થ વોર્નીંગ વગરની વિદેશી સિગારેટના વેચાણ કરતા દુકાનદારની એસ.ઓ.જી દ્વારા ધરપકડ કરાઈ હતી. ઈ -સિગારેટનો જથ્થો આગળની કાર્યવાહી માટે જે પી રોડ પોલીસને સોંપવામાં આવ્યો છે.

અગાઉ યુનાઇટેડ વેમાં યુવતી ઈ સિગારેટના કસ ખેંચી હવામાં ધુમાડા ઉડાવતી યુવતીનો ગરબે ઘૂમતો વિડિયો વાયરલ થયો હતો. ત્યારે આ વર્ષે પણ ફરી એ સિગારેટનું ભૂત ગરબામાં ન ધુણે તેના માટે પોલીસ પોલીસ એકશનમાં આવી ગઈ છે અને નવરાત્રી દરમિયાન ઈ-સિગારેટનું વેચાણ કરનાર દુકાનદારો વિરુદ્ધ એક ડ્રાઈવ શરૂ કરાઈ છે. એસઓજી પી.આઈ એસ ડી રાતડાએ સ્ટાફના કર્મચારીઓને જુદી-જુદી ટીમો બનાવી હાલમાં ચાલતા નવરાત્રીના તહેવારને લઇ શહેર વિસ્તારમાં આવેલા પાનના ગલ્લા તથા ટોબેકો પ્રોડક્ટસના વિક્રેતાઓ દ્વારા ઈ-સીગરેટ હેલ્થ વોર્નીંગ વિનાની સીગરેટ, ઈ. હુક્કાનુ વેચાણ કરતા છૂટક તથા હોલસેલ વેચાણ કરતા વેપારીઓ-દુકાનદારોને શોધી તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવા સૂચના આપી હતી. જેના આધારે એસઓજીની ટીમ આવા વેપારીઓની શોધવા કાર્યવાહી કરી રહી હતી તે દરમિયાન બાતમી મળી હતી કે સનફાર્મા રોડ મુન્સી સ્કુલની બાજુમાં સામ્યા ફ્લેટમાં મુસ્કાન જનરલ સ્ટોરના માલીક ફારૂક મેમણ પોતાની દુકાનમાં હેલ્થ વોર્નીંગ વગરની સીગરેટ તેમજ ગેરકાયદે ઇ-સિગારેટની બનાવટોનું વેચાણ કરે છે. જેથી એસઓજીની ટીમે સનફાર્મા રોડ ઉપર આવેલા મુસ્કાન જનરલ સ્ટોર નામની દુકાનમાં રેડ કરી ચેકીંગ કરતા થેલામાં જુદી-જુદી બનાવટની હેલ્થ વોર્નીંગ વગરની વિદેશી સીગારેટોના પેકેટો તથા પ્રતિબંધિતાવેલા ઈ-સીગારેટનો જથ્થો મળી આવ્યો હતો. વેપારી પાસે પાસ પરમીટ માંગતા નહી હોવાનુ જણાવતા હાજર મળી આવેલા ફારૂક હબીબ મેમણ ( રહે.બ્લોક મહાબલિપુરમ તાંદલજા રોડ, વડોદરા શહેર) વિરૂધ્ય ઈ સિગારેટ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટ એકટ -2003ની કલમ 7,8,9,20 તથા ધી પ્રોહીબિશન ઓફ ઇલોક્ટ્રોનીક સિગારેટ એક્ટ 2019ની કલમ 4, 7 મુજબ ગુનો નોંધી વેપારીની અટકાયત કરી હતી. દુકાનમાંથી એસઓજીએ વિવિધ પ્રકારની વિદેશી તથા ઇ- સીગારેટ મળી 53 હજારનો મુદ્દામાલ કબજે કરીને જે.પી રોડ પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો છે.

Most Popular

To Top