Vadodara

યુનાઇટેડ વે ગરબા ફરી વિવાદમાં, સિક્યુરિટી ગાર્ડે ગરબા રમવા આવેલા યુવક સાથે મારામારી કરી

વડોદરા તા.28

નવરાત્રિના પ્રારંભ સાથે જ વિવાદોમાં ઘેરાતું આવેલું યુનાઇટેડ વે ગરબા ફરી એકવાર વિવાદમાં આવ્યું છે. ગઈ કાલે ગરબા રમવા માટે ગયેલા એક યુવક સાથે સિક્યુરિટી ગાર્ડે ઝઘડો કરીને મારા મારી કરી હતી જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો છે.

હાલમાં શારદીય નવરાત્રિ ચાલી રહી છે, ત્યારે માતાના આરાધનાના પર્વ દરમિયાન છેલ્લા ઘણા સમયથી યુનાઈટેડ વે ગરબા ઘણીવાર વિવાદમાં આવ્યા છે. નવરાત્રિના પ્રારંભ સાથે યુનાઇટેડ ગરબામાં પ્રથમ ગ્રાસે મક્સીકા જેવો ઘાટ સર્જાયો હતો અને ખેલૈયાઓએ તેને ઓફિસમાં તોડફોડ કરી હતી. ત્યારબાદ કાદવ કિચડના કારણે મેદાન પર ખેલૈયાઓમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. ત્યારબાદ ધીમીધારે શરૂ થયેલા ગરબામાં ચોથા નોરતે યુનાઇટેડ વે ગરબાના મેદાનમાં ઓસ્ટ્રેલિયાના યુગલે સોશિયલ મીડિયા પર પ્રસિદ્ધિ મેળવવા માટે ગરબા ના મેદાનમાં જ અશ્લીલ હરકત કરતો વિડીયો બનાવ્યો હતો અને તે વિડિયો સોશિયલ મીડિયા એકાઉન્ટ પર મુકતા વાયરલ થઈ ગયો હતો. જેથી આ કપલ સામે સંસ્કારી નગરી વડોદરામાં ભારે રોષ જોવા મળ્યો હતો અને એન.આર.આઈ દંપતી વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં અરજી પણ આપવામાં આવી હતી પરંતુ પોલીસે માત્ર નિવેદન લઈને તેમની પાસે માફીનામુ લખાવી જવા દેવાયા હતા. ત્યારબાદ પણ યુનાઇટેડ ગરબા કોઈને કોઈ બાબતે વિવાદમાં આવતું જ રહ્યું હતું ત્યારબાદ ત્યારે ફરી એકવાર વિવાદના વમણમાં ઘેરાયું છે. એક યુવક મોબાઇલ લઈને યુનાઇટેડ વે ગરબામાં ગરબા રમવા માટે આવ્યો હતો ત્યારે ત્યાંના સિક્યુરિટીએ તેની સાથે કોઈ બાબતે ઝઘડો કરીને મારામારી કરી હતી. જેના વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો છે.

Most Popular

To Top