મ્યુનિ. કમિશનરની કાર સામે તમામે સુઇ જઇને વિરોધ કર્યો હતો, કોન્ટ્રાક્ટ ના કર્મચારીઓને કાયમી કરવા માટે રજૂઆત કરવા પહોંચ્યા હતા
પ્રતિનિધિ વડોદરા તા.9
કોન્ટ્રાક્ટના કર્મચારીઓને કાયમી કરવાની માગ સાથે યુનિયન લીડર મ્યુનિ.કમિશનરે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. પરંતુ કમિશનરે નીતિ નિયમ પ્રમાણ ભરતી કરતા હોવાનું કહેતા સફાઇ કામદારો સહિત લીડર તેમની કાર સામે સુઇ ગયા હતા અને કારને આગળ જવા નહી દઇને નારેબાજી કરવા લાગ્યા હતા. જેથી કમિશનરે ચાલતા ઘરે જવુ પડ્યું હતું. જેની પોલીસ ફરિયાદ નોંધાતા નવાપુરા પોલીસે યુનિયન લીડર અને 26 કામદારો વિરુદ્ધ ગુનો નોધ્યો છે.
વડોદરા શહેરના સોમાતળાવ વિસ્તારમાં ચંદન ટેનામેન્ટમાં રહેતા સંજયકુમાર નટવરલાલ તળપદાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે હુ વડોદરા મહાનગર પાલિકામાં આસિસ્ટન્ટ સિક્યુરિટી ઓફિસર તરકી ફરજ બજાવુ છું.7 ઓક્ટોબરના રોજ વીએમસીમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા સફાઇ કામદારોનો મોરચો આવ્યો હતો અને ગેટ પાસે ધરણા પર બેસી ગયા હતા. અમે નવાપુરા પોલીસ સ્ટેશનમાંથી બંદોબસ્તની માગતા પોલીસ કાફલો ત્યાં ગોઠવાઇ ગયો હતો. દરમિયાન 11 વાગ્યા અરસામાં મ્યુનિસિપલ કમિશનર દિપીલ રાણા તેમની ગાડીમાં આવ્યા હતા. ત્યારે સફાઇ કામદારોનું ટોળી તેમની ગાડીને ફરતે ગોઠવાઇ ગયું હતું. જેથી મ્યુ.કમિશનર કારમાંથી ઉતરીને ધરણા પર બેઠેલા કર્મચારીઓ સાથે વાતચીત કરવા માટે આવ્યા હતા. ત્યારે આગેવાન અશ્વિન મફતભાઇ સોલંકી મ્યુનિ. કમિશનરને આ કોન્ટ્રાક્ટના સફાઇ કર્મચારીઓને કાયમી કરી આપો તેવી રજૂઆત કરી હતી. ત્યારે કમિશનરે અમે સરકારી નીતિ નિયમો પ્રમાણે ભરતી કરીએ છીએ તેમ કહી ઓફિસમાં જતા રહ્યા હતા. ત્યારે અશ્વિન સોલંકીના કહેવાથી કામદારોનું ટોળાએ નારાબાજી કરી રોડ પર ટ્રાફિકજામ કર્યો હતો. ત્યારબાદ કમિશનર કારમાં બેસી ઘરે જવા માટે નીકળ્યા હતા ત્યારે લીડર સહિતના 26 જેટલા કામદારોએ તેમની કારને આગળ સુઇ ગયા હતા અને નારાબાજી કરવા લાગ્યા હતા. તેમને ખસેડવાનો પ્રયાસ કર્યો હોવા છતાં તેઓ ખસ્યા ન હતા. જેથી કમિશનરને કારમાંથી ચાલત ઘરે જવા નીકળ્યા હતા. ત્યારબાદ બદામડીબાગ પાસે કમિશનરે અન્ય કાર લેવા માટે આવી હતી. પરંતુ તેમાં તેમને બેસવા દીધા હતા. જેથી પોલીસે અશ્વીન સોલંકી અને 26 કામદારો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.