ભેજાબાજો ખાતા ખોલાવી ફ્રોડ રકમ ટ્રાન્સફર કરી તાત્કાલિક ઉપાડી લેતા
ફ્રોડ બેન્ક એકાઉન્ટ્સનું પોલીસ દ્વારા ઉંડાણપૂર્વક એનાલિસિસ શરૂ
પ્રતિનિધિ, વડોદરા | તા.14
વડોદરા શહેરમાં મ્યુલ બેન્ક એકાઉન્ટ ખોલવાના બહાને સાઇબર અને ઓનલાઇન ઠગાઈના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. વાડી, પાણીગેટ, નવાપુરા અને હરણી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચાર અલગ–અલગ બનાવોમાં કુલ 4 મ્યુલ એકાઉન્ટ મારફતે રૂ. 11.42 લાખથી વધુની ઠગાઈ કરાઈ હોવાની વિગતો સામે આવી છે. આ તમામ કેસોની ફરિયાદ NCCRP (નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ) પર પણ નોંધાઈ છે. પોલીસે કુલ 9 આરોપીઓ વિરુદ્ધ ગુના દાખલ કરી તપાસ તેજ કરી છે.
🔹 બનાવ 1: વાડી પોલીસ સ્ટેશન – HDFC બેન્ક ખાતા મારફતે રૂ.7.97 લાખનો ફ્રોડ
વાડી પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ સેજલબેન નોંધણભાઈની ફરિયાદ મુજબ,
આરોપી યજ્ઞેશ બળવંત ગાડે, દિવ્યેશ જયેશ વાઘેલા, ઓમ પટેલ તથા અન્ય એક શખ્સે
29 મેના રોજ લહેરીપુરા સ્થિત HDFC બેન્કના ખાતામાં ઓનલાઈન રૂ.5 લાખ તથા અન્ય ખાતામાંથી રૂ.2.99 લાખ ટ્રાન્સફર કરાવ્યા હતા.
આ બાદ આરોપીઓએ તરત જ
ચેક મારફતે રૂ.7 લાખ
UPI દ્વારા રૂ.50 હજાર
મોબાઈલ ટ્રાન્સફરથી રૂ.47 હજાર
કાઢી કુલ રૂ.7.97 લાખનો ફ્રોડ કર્યો હતો.
પોલીસે આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા 2023 કલમ 318(4), 61(2) મુજબ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
🔹 બનાવ 2: પાણીગેટ પોલીસ – સંગઠિત સાઇબર ઠગાઈ, રૂ.3.20 લાખનું અનધિકૃત ટ્રાન્ઝેક્શન
પાણીગેટ પોલીસ સ્ટેશનમાં લોકરક્ષક હરેશકુમાર બાબુભાઈની ફરિયાદ મુજબ,
આરોપી યોગેશ મહેન્દ્રભાઈ રાવલ, સુમીત કુરીલ અને વિપુલ સિગુરાથભાઈ ઠાકુરએ
ડિસેમ્બર 2024 દરમિયાન ખોટી ઓળખ ઉભી કરી મ્યુલ એકાઉન્ટ ખોલાવ્યા હતા.
આ ખાતા મારફતે
ઓનલાઈન ઠગાઈ
કમિશન મેળવવું
કુલ રૂ.3.20 લાખના અનઓથોરાઇઝ્ડ ટ્રાન્ઝેક્શન
કરવામાં આવ્યા હતા. પોલીસે સંગઠિત ગુનાના એંગલથી તપાસ શરૂ કરી છે.
🔹 બનાવ 3: નવાપુરા પોલીસ – ગેમ લિંકના બહાને સાઇબર ઠગાઈ
નવાપુરા પોલીસ સ્ટેશનમાં ભગીરથસિંહ નાગુભાઈની ફરિયાદ મુજબ,
આરોપી જાવેદ મલિકએ 28 જૂન 2025 પહેલાં
સેન્ટ્રલ બેન્ક (આર.વી.દેસાઈ રોડ)ના ખાતાધારકને
અનઓથોરાઇઝ્ડ ઓનલાઇન ગેમ લિંક મોકલી ટાસ્ક પૂર્ણ કરાવવાના બહાને
એન્ટ્રી ફી તરીકે રૂ.25 હજાર ભરાવ્યા હતા.
આ રીતે ગેરકાયદે ગેમિંગ અને ગ્રુપ બનાવી
સાયબર ક્રાઇમનો ગુનો આચરાયો, જેને પગલે નવાપુરા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
🔹 બનાવ 4: હરણી પોલીસ – SBI મ્યુલ એકાઉન્ટ મારફતે ઓનલાઇન છેતરપિંડી
હરણી પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ અતુલકુમાર દિલીપભાઈની ફરિયાદ મુજબ,
આરોપી અલ્ફજ જાકીરહુસેન મેમણ અને ગુલામ ખ્વાજા મેમણએ 11 ડિસેમ્બર 2024થી 9 મે 2025 દરમિયાન
SBI હરણી રોડ શાખાના મ્યુલ બેન્ક એકાઉન્ટનો ઉપયોગ કરી
ઓનલાઈન છેતરપિંડી કરી હતી.
NCCRP પોર્ટલ પર ફરિયાદ નોંધાયા બાદ
આરોપીઓએ ખાતામાંથી નાણા ઉપાડી કમિશન મેળવ્યું હોવાનું બહાર આવ્યું છે.
પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરી છે.
🔍 પોલીસ કાર્યવાહી
વડોદરા પોલીસ દ્વારા તમામ મ્યુલ બેન્ક એકાઉન્ટ્સનું ડીપ ફાઇનાન્સિયલ એનાલિસિસ,
ટ્રાન્ઝેક્શન ટ્રેલ, UPI લિંક્સ અને મોબાઈલ ડેટા આધારે
આગામી સમયમાં વધુ ધરપકડોની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.