હિમાલય સહિતના ઉતર ભારતમાં ભારે હિમવર્ષાને કારણે ઠંડા પવનથી લોકોએ સ્વેટર બહાર કાઢવા પડ્યા
*અઠવાડિયા સુધી ઠંડીનું જોર રહેવાની હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી*
(પ્રતિનિધિ) વડોદરા તા. 09
છેલ્લા કેટલાક દિવસોથી શહેરમાં ઠંડીનું જોર ઘટ્યું હતું. જેના કારણે બપોરે ગરમી અને મોડી રાત થી વહેલી સવારે જ થોડી ઠંડીનો અહેસાસ લોકો અનુભવી રહ્યાં હતાં. ગતતા. 29 નવેમ્બર થી 01ડિસેમ્બર સુંધી ત્રણ દિવસ સુધી ઠંડીનું પ્રમાણ વધ્યું હતું ત્યારબાદ અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને મોડી રાત્રે તથા વહેલી સવારે ઠંડી સિવાય સવારે દસ વાગ્યા બાદ ગરમીનો અનુભવ થતાં લોકો બેવડી ત્રૃતુ અનુભવી રહ્યાં હતાં.એક તબક્કે ખેડૂતો પણ ચિંતિત બન્યા હતા કારણ કે ઘઉંના પાક માટે જેમ ઠંડી સારી પડે તેમ ઘઉંનો પાક સારો થાય. ડિસેમ્બર માસ આગળ વધવા છતાં ઠંડી જોઇએ તે રીતે ન પડતાં ખેડૂતો ચિંતિત બન્યા હતા. પરંતુ હવે હિમાલય સહિતના ઉતર ભારતીય પ્રદેશમાં ભારે હિમવર્ષા થતાં મૌસમનો મિજાજ બદલાયો છે અને ઉતરથી દક્ષિણ તરફે હિમાલય તરફના ઠંડા પવનોને કારણે ગૂજરાતમા ઠંડીનું પ્રમાણ વધ્યું છે. હવામાન વિભાગ ની આગાહી મુજબ હજી અઠવાડિયા સુધી ઠંડીનું જોર રહેવાની સંભાવના છે. તાપમાનનો પારો ત્રણથી પાંચ ડિગ્રી સેલ્સિયસ સુધી ગગળી શકે છે.
શહેરમાં હાલ ઠંડીનું જોર વધવા માંડ્યું છે અને લોકો તાપણાં તથા ગરમ વસ્ત્રોના સહારો લેતા થયા છે.શહેરના માર્ગો પણ રાત્રિ દરમિયાન સૂમસામ ભાસવા લાગ્યા છે. રાત્રે અથવા તો વહેલી સવારે બહાર જોબ,કામ ધંધાર્થે નિકળવું હોય તો હવે ગરમ વસ્ત્રો સિવાય નિકળી શકાતું નથી.
શિયાળામાં જેમ જેમ ઠંડી વધી રહી છે તેમ તેમ તાપમાનમાં પણ ઘટાડો નોધાઇ રહ્યો છે. હિમાલય સહિતના ઉતરી વિસ્તારોમાં બરફવર્ષા શરૂ થઇ છે. જેના કારણે ઉત્તર દિશાના ઠંડા પવનો દક્ષિણ દિશામાં આવતાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે. જે 9થી 16 ડિસેમ્બર સુધી ઠંડીનો પ્રકોપ જોવા મળશે. સોમવારે શહેરમાં મહત્તમ તાપમાન 26.4°સેલ્શિયસ જોવા મળ્યું હતું . જેમાં 5.5°સેલ્સિયસ જેટલું તાપમાન ઘટ્યું છે. જ્યારે લઘુત્તમ તાપમાન 11.0°સેલ્સિયસ થયું હતું જેમાં પણ 4.0°ડિગ્રી સેલ્સિયસ જેટલું ગગડ્યુ છે અને હવામાં ભેજનું પ્રમાણ 22%જોવા મળ્યું છે.
હાલમાં બે દિવસથી ઠંડીનું જોર વધવાથી વહેલી સવારની શાળાઓમાં વિધ્યાર્થીઓની હાજરીમાં પણ ઘટાડો થયો છે.મોડી રાત્રે શહેરના માર્ગો સુમસામ બન્યા છે.શહેરના સયાજીરાવ સ્થિત પ્રાણી સંગ્રહાલયમાં પશુ પક્ષીઓ તથા પ્રાણીઓને ઠંડીથી રક્ષણ મળી રહે તે માટે નેટ તથા કંતાનથી પક્ષીઓનાં પિજરાને રાત્રે ઢાંકી દેવામાં આવી રહ્યા છે તથા અન્ય પ્રણીઓના પિંજરા પાસે તાપણું કરવામાં આવે છે. રાત્રે વિવિધ સોસાયટીઓ,દુકાનો,મોલ સહિતના સ્થળોએ ફરજ બજાવતા સુરક્ષા કર્મીઓ પણ તાપણાં ના સહારે રાત્રે ફરજ બજાવવા મજબૂર બન્યા છે.ઠંડા સુસવાટા સાથેના પવનોને કારણે લોકો રાત્રે અને વહેલી સવારે કામ વિના બહાર જવાનું ટાળી રહ્યાં છે ખાસ કરીને દ્વિચક્રી વાહનો પર બહાર નિકળવાનું ટાળી રહ્યાં છે તો બીજી તરફ શાળાના બાળકો સ્વેટર, હાથ મોજા, ટોપી પહેરી રહ્યા છે લોકો બપોરે પણ ઠંડા પવનોને કારણે સ્વેટર જેકેટ પહેરીને બહાર નિકળી રહ્યા છે.હજી અઠવાડિયા સુધી ઠંડીનું જોર રહે તેવી શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા સેવાઇ રહી છે.
મૌસમનો મિજાજ બદલાયો વડોદરામાં ઠંડીનું મોજું ફરી વળતાં લોકો ઠુઠવાયા
By
Posted on