બેનર -પોસ્ટર સાથે સૂત્રોચાર કરી પ્રદર્શન કરાયું
બામણગામ સ્થિત મોર્ડન પેટ્રોફિલ્સ કંપનીમાં કામ કરતા 400 થી વધુ કામદારોએ કરી ન્યાયની માંગ, રેન્જ આઈજીની ઓફિસે આવેદનપત્ર આપ્યું હતું.
બામણ ગામ પોર પાસે આવેલી મોર્ડન પેટ્રોફિલ્સ કંપનીમાં કામ કરતાં કામદારો દ્વારા રેન્જ આઇ.જી ઓફિસ ખાતે સોમવારે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.બામણ ગામ પાસે આવેલી મોર્ડન પેટ્રોફેસ કંપની કે જે 2012 માં ગેરકાયદેસર લોગ આઉટ કરવામાં આવી હતી. જેમાં કામ કરતા 400 થી બધું કામદારો પોતાના ન્યાય હક માટે રેન્જ આઇ.જી ઓફિસ ખાતે આવેદનપત્ર આપ્યું હતું કામદારોનું કહેવું છે કે મોડર્ન પેટ્રોફિલ્સ કંપનીમાં રહેલા અંદાજિત 500 કરોડની મશીનરી બારોબાર કંપનીના ડાયરેક્ટર કમલસિંહ રાણકા તેમજ જવાબદાર અધિકારીઓ દ્વારા બારોબાર સામાન વગેરેની ચોરી કરીને ગંભીર ગુનો કરેલા છે, તેવા આક્ષેપો કરવામાં આવ્યા હતા. જેની પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી હતી. કંપનીના ડાયરેક્ટર કમલસિંગ રાણકા વિરુદ્ધ આક્ષેપો કર્યા હતા અને ચોરી અંગેની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તેવી કામદારોએ માંગણી કરી હતી. જો તપાસ થાય તો ચોરી કરેલી મશીનરી ના કરોડો રૂપિયા પાછા આવે તો કામદારોના ક્લેમ માં પણ વધારો થાય તેમ કામદારોનું કહેવું છે.
