Business

મોદીને આવકારવા થનગનાટ, સ્થાયી સમિતિના અધ્યક્ષ ડો.શીતલ મિસ્ત્રીની આગેવાનીમાં વિવિધ એનજીઓ સાથે બેઠક મળી

વડોદરામાં મોદી-પેડ્રોના કાર્યક્રમના સમગ્ર રૂટનું રિહર્સલ



વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાન્ચેઝ તા. 28 ઓક્ટોબરના રોજ વડોદરા ખાતે ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડની ફાઇનલ એસેમ્બ્લી લાઇન , જે એક C-295 એરક્રાફ્ટ ફેસિલિટી છે તેનું ઉદ્ઘાટન કરશે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, વિદેશમંત્રી એસ. જયશંકર રવિવારે સાંજે વડોદરા આવી જશે અને સાંજે વડોદરા ખાતે આવનાર સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાન્ચેજનુ એરપોર્ટ પર સ્વાગત કરશે. તેઓ સાથે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જોડાશે. વિવિધ સુરક્ષા દળો સાથે 17 થી વધુ આઇપીએસ ઓફિસર તૈનાત છે.

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સ્પેન ના વડાપ્રધાન પેડ્રો સાન્ચેજ વડોદરાની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે તેમને આવકારવા લોકો મોટી સંખ્યામાં જોડાઈ તે હેતુસર વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી ની આગેવાનીમાં વિવિધ એનજીઓ સાથે બેઠક મળી હતી.

આગામી તારીખ 28 ના રોજ વડાપ્રધાન વડોદરા ની મુલાકાતે હોય વિવિધ એનજીઓ તરફથી વડાપ્રધાનને આવકારવા પાલિકા નો સંપર્ક કરવામાં આવ્યો હતો તેને ધ્યાનમાં રાખી વડાપ્રધાનના રૂટ ની માહિતી, પાર્કિંગ, કાર્યક્રમ નું આયોજન સહિતની ચર્ચા કરવા આજે વિવિધ એનજીઓ સાથે મીટીંગ યોજાઇ હતી. જેમાં મુખ્યત્વે બીએપીએસ અટલાદરા,હરિધામ સોખડા, મહારાણી ચીમનાબાઈ સ્ત્રી પરિવાર, અખિલ ગાયત્રી પરિવાર, પૂર્વ સૈનિક જેવી વિવિધ સંસ્થાઓ સાથે મીટીંગ યોજી કાર્યક્રમ બાબતે સલાહ સૂચનો આપવામાં આવ્યા હતા.

Most Popular

To Top