Vadodara

મોટી દુર્ઘટના થતા ટળી, ડ્રાઈવરને ખેંચ આવતા બસ ધડાકાભેર ઝાડ સાથે ભટકાઈ

કેબિનમાં ડ્રાઈવર ફસાતા ફાયરબ્રિગેડના જવાનો દ્વારા બચાવ કામગીરી

કટર મશીનની મદદથી બહાર કાઢી ડ્રાઈવરને સારવાર માટે ખસેડાયો

( પ્રતિનિધિ )વડોદરા,તા.17

વડોદરા શહેરમાં એક મોટી દુર્ઘટના થતા ટળી હતી. સીટી બસના ચાલકને ખેંચ આવતા બસ ધડાકાભેર યુનિવર્સિટી બહાર આવેલા એક ઝાડ સાથે ભટકાઈ હતી. સર્જાયેલા અકસ્માતમાં ડ્રાઇવર સ્ટેરિંગ નીચે ફસાઈ ગયો હતો. બનાવને પગલે તાત્કાલિક ઘટના સ્થળે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ મદદ માટે દોડી આવ્યા હતા. તેમજ ફાયર બ્રિગેડની મદદથી ચાલકને સહી સલામત રીતે બહાર કાઢી 108 મારફતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. બીજી તરફ બસમાં સવાર મુસાફરોના જીવ પડીકે બંધાયા હતા.

વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં નમતી સાંજે એક મોટો અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી અનુસાર વડોદરા સ્ટેશનથી નીકળતી સર્ક્યુલર બસ રાબેતા મુજબ નીકળી હતી. દરમિયાન ચાલકને અચાનક ખેંચ આવતા સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા બસ યુનિવર્સિટી બહાર આવેલા ઝાડ સાથે અથડાઈ હતી. જેના કારણે બસમાં સવાર મુસાફરોના જીવ અધ્ધર થઈ ગયા હતા. અકસ્માતને પગલે ઘટના સ્થળે લોકતુડા એકત્ર થઈ ગયા હતા. જ્યારે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પણ દોડી આવ્યા હતા. પ્રાથમિક યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ બસમાં ફસાઈ ગયેલા ચાલકને બહાર કાઢવા પ્રયાસો કર્યા હતા. બીજી તરફ બનાવની જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને કટર મશીનની મદદ વડે ડ્રાઇવર સાઈડનો દરવાજો કાપી સહી સલામત રીતે ડ્રાઇવર ધર્મેન્દ્ર ઝાલાને બહાર કાઢી 108 મારફતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. બસના કંડકટર શૈલેષ બામણીયાએ જણાવ્યું હતું કે, ડેરી ડેન પાસે ડ્રાઇવર સાઈડનો ગ્લાસ ભટકાયો એટલે મેં તરત કીધું કે શું થયું, બ્રેક મારો બ્રેક મારો પણ એનું કોઈ ધ્યાન રહ્યું નહીં અને ગાડી આ બાજુ આવી અને સીધી ભટકાઈ ગઈ એને ધ્યાન જ ન રહ્યું. બ્રેક ફેલ થઈ નથી, એને ખેંચ આવી હતી. બસમાં 10 જેટલા પેસેન્જર હતા. આ બસ સ્ટેશનથી સર્ક્યુલર જતી હતી. સર્ક્યુલર એટલે આખા વડોદરામાં ગોલ રાઉન્ડ મારતી હતી. પેસેન્જરને કશું વાગ્યું નથી, આ બસ સીધી અથડાઈ ઝાડ સાથે એટલે ડ્રાઇવર ધર્મેન્દ્ર ફસાઈ ગયો હતો. સદનશી બે સર્જાયેલા અકસ્માતમાં જાનહાની થતા ટળી હતી જેના કારણે તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.

Most Popular

To Top