શિનોર : શિનોરતાલુકાના મોટા ફોફળિયા ખાતે શક્તિ કૃપા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી છોટુભાઈ એ પટેલ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા શરૂ કરાયેલા આયુષ્યમાન ભવ અભિયાન અંતર્ગત યોજાયેલા આયુષ્યમાન આરોગ્ય મેળો- સર્વ રોગ નિદાન કેમ્પમાં 210 જેટલા દર્દીઓએ લાભ લીધો હતો. તેમાં કેટલાક દર્દીઓની હોસ્પિટલ ખાતે સારવાર પણ આપવામાં આવી હતી.

શિનોર તાલુકાના મોટા ફોફળિયા ખાતે રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના સુભગ સમન્વયથી લોક ભાગીદારીથી શક્તિ કૃપા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી છોટુભાઈ એ. પટેલ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં વિભાગીય નાયબ નિયામક આરોગ્ય તબીબી સેવાઓ વડોદરા અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જિલ્લા પંચાયત વડોદરા ના માર્ગદર્શન હેઠળ આજે તારીખ 17/04/ 2025 ના રોજ યોજાયેલા આયુષ્યમાન ભવ અભિયાન અંતર્ગત આયુષ્યમાન આરોગ્ય મેળો સર્વ રોગ નિદાન કેમ્પમાં 210 જેટલા દર્દીઓએ લાભ લીધો હતો. સર્વ રોગ નિદાન કેમ્પનો શુભારંભ પૂર્વ પ્રમુખ જિલ્લા પંચાયત વડોદરાના અને કરજણ -શિનોર-પોર વિસ્તારના અગ્રણી કૃપા અશોકભાઈ પટેલ તથા ઇન્ચાર્જ તાલુકા હેલ્થ હેલ્થ ઓફિસર ડો. જીગ્નેશભાઈ વસાવા તેમજ લાભાર્થી દર્દીઓ અને સ્ટાફની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવ્યો હતો. કેમ્પમાં કુલ 210 જેટલા દર્દીઓ નોંધાયા હતા અને તેમાંથી આરસીએચ સેવાઓ અંતર્ગત 74 દર્દીઓ , લેબોરેટરી માં દર્દીઓના 164 પરીક્ષણ કરવામાં આવ્યા, મેજર-માઈનોર સર્જરી હોસ્પિટલમાં કરવામાં આવી હતી. જ્યારે 7 દર્દીઓને વધુ સારવાર માટે ફરી બોલાવવામાં આવ્યા છે. આ કેમ્પમાં મોટા ફોફળિયા સામુહિક આરોગ્ય કેન્દ્રના અધિક્ષક ડો . નિરવ પટેલ ની રાહબરી હેઠળ સ્થાનિક તબીબો ઉપરાંત પારુલ મેડિકલ કોલેજના નિષ્ણાત તબીબોએ ઉમદા સેવાઓ આપી હતી કેમ્પને સફળ બનાવવા માટે મોટા ફોફળિયા સામુહિક આરોગ્ય કેન્દ્ર ના મેનેજરઅશોક ભાઈ પટેલ અને સ્ટાફને કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી.