*કોથમીર, ડુંગળી, લીંબુ, સુકું લસણ,રીંગણાં, ફૂલેવાર સહિતના ભાવોમાં તોતિંગ વધારો*
*મર્યાદિત આવક, પૂરપ્રકોપમાં નુકસાન, ખાધ્યતેલના ભાવમાં વધારો ઉપરથી શાકભાજીના ભાવોમાં વધારાથી જનતા ત્રાહિમામ*
(પ્રતિનિધિ) વડોદરા તા. 21
ગૃહિણીઓના રસોડાની રંગત હવે ફિક્કી બની છે. લોકોની આવક તો નથી વધી રહી પરંતુ જીવનજરુરિયાતની ચીજવસ્તુઓમાં મોંઘવારી કૂદકે ને ભૂસકે વધી રહી છે. એક તરફ શહેરીજનોને ગત મહિને શહેરમાં માનવસર્જિત પૂરપ્રકોપને કારણે ખૂબ જ મોટા પાયે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. લોકો આર્થિક રીતે પરેશાન છે મોંઘવારી અસહ્ય થઇ રહી છે સરકારે એક તરફ ખાધ્યતેલના આયાત ડ્યૂટીમા વધારો કરતાં તેલિયા રાજાઓએ જીવનજરુરિયાતના રસોઇના મુખ્ય માધ્યમ એવા તેલના ભાવો વધારી દીધાં છે. બીજી તરફ અતિવૃષ્ટિ ને કારણે શાકભાજીમાં નુકસાન થયું છે. તથા આગળ મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર નાસિક તરફથી આવતી શાકભાજી ની આવક ઘટી છે. જેના કારણે ગૃહિણીઓના રસોડામાં રસોઇની રંગત હવે ઉડી રહી છે. શાકભાજીના ભાવોમાં વધારો થયો છે. તેલ તથા શાકભાજી જેવી મુખ્ય જરૂરિયાત વાળી વસ્તુઓના ભાવો વધતા લોકો ખાસ કરીને સામાન્ય, ગરીબ વર્ગને ખૂબ જ હાલાકી ઉઠાવવાનો વારો આવ્યો છે. કોથમીર પ્રતિકિલો રૂ. 200 થી રૂ.240 છે, લીંબુ પ્રતિકિલોએ રૂ. 120 થી રુ. 140 સુકા લસણના રૂ.400સુધીનો ભાવ,ડુંગળી પ્રતિકિલો રૂ. 70 થી રૂ.80 થતાં હવે રડાવી રહી છે.
*શાકભાજી* ભાવરૂ. (પ્રતિકિલો)
બટાટા : 45 થી 50
ડુંગળી: 70 થી 80
રીંગણાં:80 થી 120
ડોલી રીંગણાં:80 થી 120
લીંબુ: 120 થી 140
લીલાં મરચાં: 50 થી 60
ગિલોળા: 50 થી 70
કોબીજ: 40 થી 50
ફૂલેવાર:100 થી 120
પાલક:60 થી 80
દૂધી-ગલકાં: 20 થી 30
કોથમીર: 200 થી 240
ભીંડા:20 થી 30
પરવળ:60 થી 70
સરગવો:80 થી 100
ટામેટાં:70 થી 80
કારેલાં :40 થી 50
ચોરી 70 થી 80
ગાજર, બીટ, કાકડી: 40 થી 50
લીલી મેથી: 100 થી 120
સુકું લસણ: 400
*ભાવવધારાનુ કારણ અતિવૃષ્ટિ*
આ વર્ષે સમગ્ર ભારતમાં જે રીતે અતિવૃષ્ટિ થઇ છે જેના કારણે ખેતરોમાં પાણીનો ભરાવો થતાં શાકભાજીની પેદાશો નષ્ટ થઇ છે ખૂબ ઓછી જગ્યાએ શાકભાજી નું ઉત્પાદન રહ્યું છે જેના કારણે શાકભાજી ની આવક ઘટી છે. ગલકાં દૂધી ભીંડા સસ્તા છે પરંતુ બીજા શાકભાજીના ભાવોમાં ખૂબ વધારો છે. મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર થી આવતા શાકભાજી, ટ્રાન્સપોર્ટેશન, મજૂરી મોંઘી હોય અહીં મોટા વેપારીઓ માલ ઓછો ખરીદે છે પછી પોતાનો નફો કાઢી છૂટક વેપારીઓને આપે છે આમ ભાવમાં ખૂબ વધુ ભાવ આ વર્ષે હાલમાં જોવા મળી રહ્યો છે.
-દેવીસહાય અગ્રવાલ-શાકભાજીના વેપારી
મોંઘવારીમાં પડતા પર પાટું, શાકભાજીના ભાવો આસમાને
By
Posted on