Vadodara

મેયર 11 ક્રિકેટમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનો દમદાર વિજય, ભાવનગરને 10 વિકેટે હરાવ્યું

અજિત દાધિચ મેદાન પર છવાયા
શ્રીરંગ આયરે-જહા દેસાઈએ આપી શાનદાર શરુઆત



ગાંધીનગર ખાતે રમાયેલી મેયર 11 ક્રિકેટ ટૂર્નામેન્ટની સ્પર્ધામાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન પર 10 વિકેટે શાનદાર વિજય હાંસલ કર્યો છે. આ જીતમાં VMC 11ના બોલર અજિત દાધિચે ત્રણ વિકેટ લઈને ‘મેન ઓફ ધ મેચ’નો ખિતાબ મેળવ્યો છે.

ટોસ જીત્યા બાદ ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમે પહેલા બેટિંગ કરવાની પસંદગી કરી, પરંતુ તેમની ઈનિંગ્સ લાંબી ટકી શકી નહીં. ટીમના બેટ્સમેનોએ મહત્વની ભાગીદારી આપી શક્યા નહીં અને આખી ટીમ ફક્ત 66 રનમાં સીમિત થઈ ગઈ.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની બેટિંગ મજબૂત રહી. ઓપનર શ્રીરંગ આયરેએ 31 રન બનાવ્યા, જ્યારે જહા દેસાઈએ 23 રનનું યોગદાન આપ્યું. ટીમે એકપણ વિકેટ ગુમાવ્યા વગર 67 રન બનાવીને જીત મેળવી.

Most Popular

To Top