અવારનવાર રાજકીય નેતાઓના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ હેક થતા હોય છે તો કોઈક વાર ડુપ્લીકેટ એકાઉન્ટ પણ બનાવવામાં આવતા હોય છે. અને હવે ફેક વ્હોટસએપ એકાઉન્ટ પણ બનવાની ઘટનાઓ સામે આવી રહી છે.
વડોદરાનાં મેયર પિન્કીબેન સોની દ્વારા તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરવામાં આવી છે કે તેમનું નામ અને ફોટો રાખી કોઈ અજાણ્યા ઈસમ દ્વારા ફેક વ્હોટસએપ એકાઉન્ટ બનાવવામાં આવ્યું છે. જે દ્વારા લોકોને મેસેજ અને કોલ કરવામાં આવી રહ્યા છે. મેયર પિન્કીબેન સોની દ્વારા વિનંતી કરવામાં આવી છે તેમના બનેલ ફેક વ્હોટસએપ એકાઉન્ટથી કોઈપણ મેસેજ કે કોલ આવે તો તેનો જવાબ આપો નહીં, નંબર બ્લોક કરવો અને કોઈપણ પ્રકારની માંગણી થાય તો તેને અનુસરવી નહીં.
મેયર પિંકી સોનીનું બન્યું ફેક વ્હોટસએપ એકાઉન્ટ
By
Posted on