Vadodara

મેયર અને સ્થાયી ચેરમેન દ્વારા પ્રિ મોન્સૂન કામગીરીનું નિરીક્ષણ કરાયું 

  • દક્ષિણ ઝોનમાં ચાલી રહેલ કામગીરીની સમીક્ષા 
  • 80 ટકા જેટલું કામ પૂર્ણ થયું હોવાનો દાવો 

દક્ષિણ ઝોનમાં ચાલી રહેલી પ્રિમોન્સૂનની કામગીરીને લઈ પાલિકાના મેયર પિંકી સોની અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડો.શીતલ મિસ્ત્રીએ મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું તેમજ અધિકારીઓને સૂચના પણ આપી હતી.

વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરમાં પ્રિમોન્સૂનની કામગીરી કરવામાં આવી રહી છે. જેનું નિરીક્ષણ કરવા માટે મેયર પિંકી સોની અને સ્થાયી સમિતિના  અધ્યક્ષ ડો.શીતલ મિસ્ત્રીસ્થળ ઉપર પહોંચ્યા હતા. ટેક્નિકલ સર્વેની કામગીરી બને પદાધિકારીઓએ કરી હતી. ડો. શીતળ મિસ્ત્રીએ  તેમણે જણાવ્યું હતું કે , વરસાદની સિઝન આવતા પહેલા કોર્પોરેશન દ્વારા દર વર્ષે પ્રિમોન્સૂન કામગીરી કરવામાં આવે છે. દર વખતે આક્ષેપો થાય છે કે , પ્રિમોન્સૂન કામગીરી કર્યા બાદ પાછી ફરી સમસ્યા ઊભી થતી હોય છે. એટલે આ વખતે ચેરમેન હોવાના નાતે ઝોનની મુલાકાત કરી છે. તમામ અધિકારીઓને કડક સૂચના આપી છે કે આ વખતની કામગીરીમાં કોઈપણ લાલિયા વાડી ચાલે નહીં, તમામ વરસાદી કેચ પીટ તમામ ગટરની સાફ-સફાઈ યોગ્ય રીતે થાય પહેલા એક બે વરસાદ પડ્યા પછી પ્લાસ્ટિક અને ઝાડના પાંદડાઓથી બ્લોકેજ થતું હોય તો પાછું ફરી, બે વરસાદ પછી એ સાફ-સફાઈ કરવામાં આવે. વડોદરામાં  3,000 કરોડ કરતા વધારે વિકાસના કામો ચાલી રહ્યા છે. તમામ જગ્યા ઉપર ખાડા ખોદવામાં આવેલા છે. સ્વાભાવિક છે વિકાસ હોય એટલે ટ્રેનિંગ વર્ક થાય. પરંતુ આવનારા 15 દિવસમાં તમામ કામગીરી પૂર્ણ થાય તેવું લક્ષ્ય છે. 

Most Popular

To Top