Vadodara

મેયરના વોર્ડમાં જ વરસાદ બાદ પણ પાણી નથી ઓસર્યા!

છેલ્લા 18 કલાક થી વરસાદ બંધ રહ્યો છતાં વોર્ડ નં.4માં આવેલ રૂદ્રાક્ષ કોમ્પલેક્ષ પાછળના અવધ ચોકડી વિસ્તારમાં સ્થાનિકો હાલાકી ઉઠાવવા મજબૂર

કહેવાતી અને કાગળ પરની સ્માર્ટ સિટી વડોદરામાં પાલિકાના પ્રિમોન્સુનની કામગીરીના લીરેલીરા ઉડી ગયા છે. ખુદ વડોદરા મહાનગરપાલિકાના મેયર ના જ વોર્ડ નં.4 માં આવેલા પૂર્વ વિસ્તારના આજવારોડ સ્થિત રૂદ્રાક્ષ કોમ્પલેક્ષ પાછળ આવેલ અવધ ચોકડી વિસ્તારમાં બુધવારે પડેલા વરસાદી પાણીને કારણે જળબંબાકારની સ્થિત સર્જાઇ હતી જે છેલ્લા 18 કલાકના વરસાદી વિરામ બાદ પણ અહીં પાણી ભરાયેલા જોવા મળ્યા છે જેના કારણે ખુદ મેયરના જ વોર્ડમાં લોકોનો આક્રોશ જોવા મળી રહ્યો છે. શિવસેના વડોદરા શહેર ઉપપ્રમુખ તેજશ બ્રહ્મભટ્ટ દ્વારા જણાવ્યું હતું કે, દિવા તળે જ અંધારા જેવો ઘાટ ખુદ મેયરના વોર્ડ વિસ્તારમાં જોવા મળી રહ્યો છે. પાલિકા તંત્ર દ્વારા કયા પ્રકારની પ્રિમોન્સુનની કામગીરી કરવામાં આવી છે તથા આ બીજા દિવસે અઢાળ કલાકના વરસાદી વિરામ બાદ પણ પાણીના નિકાલની કામગીરી ન થતાં મેયરે પાલિકાના અધિકારીઓ ને પૂછવું જોઈએ. અહીં રોડપર ઘૂંટણ સમા પાણી છતાં મેયર પોતાના જ વોર્ડ વિસ્તારની પરિસ્થિતિ થી અજાણ હોય? અહીં મેયર પહેલાં પોતાના જ વિસ્તારમાં વહેલી તકે કામગીરી કરાવે તેવી માંગ કરાઇ હતી.

Most Popular

To Top