મહિલાઓએ વેલણ થાળી વગાડી ઠાલવ્યો રોષ
વડોદરાના મેયર પિંકી સોનીના વોર્ડમાં લકુલેશ સોસાયટીના રહેવાસીઓ દૂષિત પાણીની સમસ્યાને કારણે રસ્તા પર ઉતર્યા. મહિલાઓએ થાળી વેલણ વગાડી રોષ વ્યક્ત કર્યો છે અને બીમારી ફેલાવાનો પણ દાવો કર્યો છે. વખતોવખત રજૂઆત કરવા છતાં સમસ્યાનું નિરાકરણ નહીં આવતાં તેમનો આક્રોશ વધ્યો છે.
વડોદરામાં મેયર પિંકી સોનીના પોતાના જ વોર્ડમાં ગંદા પાણીની સમસ્યા,રહેવાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લકુલેશ સોસાયટીના રહેવાસીઓએ દૂષિત પાણી આવતા વેલણ થી થાળી બગાડી રોષ વ્યક્ત કર્યો હતો. સ્થાનિક મહિલાઓનો આક્ષેપ છે કે દૂષિત પાણીને કારણે રોગચાળો ફેલાઈ રહ્યો છે અને અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. મહિલાનો આક્ષેપ છે કે મેયર માત્ર ઉદ્ઘાટન માંજ દેખાય છે. આ સાથે મહિલાઓએ ચૂંટણી બહિષ્કારની પણ ચીમકી ઉચ્ચારી છે.
વડોદરાની લકુલેશ સોસાયટીમાં દૂષિત પાણીની સમસ્યા મહાનગરપાલિકાની કામગીરી સામે સવાલ ઉઠાવે છે. દૂષિત પાણીને કારણે રોગચાળો પણ વકર્યો હોવાનો મહિલાએ દાવો કર્યો છે. અનેક રજૂઆત કરવા છતા સ્થાનિક કોર્પોરેટર પણ સમસ્યા ન સાંભળતા હોવાનો મહિલાઓએ આક્ષેપ કર્યો
મેયર પોતાના વોર્ડ પ્રત્યે જ બેદરકાર હોવાનો દાવો થયો છે લકુલેશ સોસાયટીની મહિલાઓનો દાવો છે કે મેયર માત્ર ચૂંટણી ટાણે જ વોટ માટે દેખાય છે ત્યારે આ વખતે તો મેયરને વિસ્તારમાં પ્રવેશ જ ન કરવા દેવા માટે સ્થાનિકો હવે મક્કમ બન્યા છે. દૂષિત પાણી આવતા બાળકો બીમાર પડી રહ્યા છે. અનેક પ્રકારના ઈન્ફેક્શન થાય છે.