કોઈ વખત જયારે કંપની કઠીન પરિસ્થિતિમાં હોય ત્યારે કંપનીનું મેનેજમેન્ટ ઘણા કઠીન નિર્ણયો લેતા હોય છે આવા સમયે ઘણા કમર્ચારીઓ આવા નાસીપાસ થઇ જાય છે અને નવી નોકરીની શોધમાં લાગી જાય છે. કર્મચારી વર્ષોથી કામ કરતા હોય અને અચાનક એક નવો બોસ એના પર આવી જાય એટલે કર્મચારી નોકરી શોધવા માટે રાતદિવસ એક કરી નાખે. આની જગ્યાએ થોડો ટાઈમ જવા દો અને ધીરજથી બાઉન્સ બેક કરો અને પોતે જે હતા તેનાથી વધુ મજબૂત સ્થાન પર પહોંચી શકાશે.
કર્મચારી હંમેશાં સલામત નોકરીની શોધમાં હોય છે અને હંમેશાં એક આઇડિયલ ઓર્ગેનાઈઝેશન તલાશમાં હોય છે પરંતુ હકીકતમાં દુનિયામાં એવું એક પણ ઑર્ગેનાઇઝેશન નથી કે જે એકદમ ‘આઇડિયલ’ હોય. એ પછી ભારતની કોઈ મોટી કંપની હોય કે અન્ય મલ્ટિનેશનલ કંપનીઓ હોય. આપણે ત્યાં કહેવત છે કે ‘કાગડા તો બધે જ કાળા હોય’ અમેરિકામાં લોકોની ચામડી ભલે ધોળી હોય પણ કાગડા તો ત્યાં પણ કાળા જ છે એટલે કે ઑર્ગેનાઇઝેશનમાં તમારી જગ્યા બનાવવી હોય, માન-સન્માન મેળવવા હોય, આગળ વધવું હોય તો થોડું ઘણું ઍડ્જસ્ટમૅન્ટ તો કરવું પડશે. એના વગર ચાલશે નહીં.
આપણે ત્યાં એવું જોવામાં આવ્યુંં છે કે જયારે પણ કંપનીમાં કપરો સમય આવે ત્યારે કમર્ચારીઓને સૌથી પહેલાં એડજસ્ટ કરવું પડતું હોય છે. ભારતમાં કર્મચારીઓ એકસ્ટ્રા ઇન્ટલિજન્ટ છે અને એક સાથે મલ્ટિટાસ્કિંગ કરી જાણે છે . આવી સ્થિતિમાં તેમના માટે ઍડ્જેસ્ટ થવું ખૂબ જ તકલીફ ભરેલું છે. તેઓ સામા પ્રવાહે તરવા માટે ઘણી વાર તૈયાર થતા નથી અથવા જે ઘરેડમાં ઊછર્યા છે તેમાંથી બહાર આવવા પણ માગતા નથી. આની સીધી અસર ઑર્ગેનાઇઝેશનમાં કર્મચારી તથા મૅનેજમૅન્ટના આંતરિક સંબંધોમાં પડે છે અને છેવટે ઑર્ગેનાઇઝેશનનો ગ્રોથ અટકી પડે છે.
કંપનીનું મેનેજમેન્ટ જયારે કપરા નિર્ણય લે ત્યારે કર્મચારીએ મગજ બહુ શાંત રાખવું પડે. જિંદગીમાં કપરા સમયમાં તમારે કેવી રીતે વર્તવું તે જો શીખવું હોય તો શ્રેષ્ઠ ઉદાહરણ છે રિલાયન્સના ધીરુભાઈ અંબાણી. એક બહુમુખી પ્રતિભા ધરાવતું વ્યક્તિત્વ. આનાથી વિશેષ એ કપરામાં કપરી પરિસ્થિતિમાં જરાયે વિચલિત થયા વિના પોતાનું ધાર્યું પરિણામ હાંસલ કરવાની શક્તિ. તેઓ ક્યારેય અક્કડ અને જક્કી વલણ ધરાવતા ન હતા. બાહ્ય પરિસ્થિતિ પ્રતિકૂળ હોય તેવા સમયે તેઓ પરિસ્થિતિ પામી જઈ પોતાની જાતને ઍડ્જસ્ટ કરી દેતા હતા.રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ કંપની આજે જે સ્થાને પહોંચી છે તેમાં તેમણે ઘણા ઍડ્જસ્ટમૅન્ટ કર્યા છે. બધું જ તેમનું ધાર્યું કદાચ ક્યાંય થયું પણ ન હોય એવું ઘણી વાર બન્યું હશે. આજે રિલાયન્સ ભારતની પ્રથમ ખાનગી કંપની છે તો એ મુકામ હાંસલ કરવામાં તેણે કશુંક પાછળ મૂક્યું જ હશે. જો તેમ કરવાને બદલે જક્કી વલણ અથવા તો જતું ન કરવાની તૈયારી જ ન હોત તો આમ શક્ય બન્યું ન હોત.
વિકાસ માટેનો સીધો મંત્ર છે કે સામા પ્રવાહે તરવું અને રસ્તો કાઢવો. જો આવી તૈયારી ન હોય તો ત્યાં ને ત્યાં જ રહી જવાય. આગળ આવવાની વાત સાવ ભૂલી જવી પડે. અહીં તો વહેણની દિશા પારખવી. તેની સાથે સુમેળ સાધવો અને બદલાવ લાવવા ધાર્યું પરિણામ હાંસલ કરવું એ અત્યંત મહત્ત્વની બાબત છે.
કર્મચારીઓ માટે