Vadodara

મૃતક દાદીના ઘરે ટિફિન આપવા જતાં પત્ની અને માતા પર પાણી નાખનારને ઠપકો આપતાં પતિ પર હૂમલો

ત્રણ ઇસમોએ ગડદાપાટુનો માર મારી લાકડીથી યુવકને ફટકાર્યો હોવાની અકોટા પોલીસ સ્ટેશનમાં ફરિયાદના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી

(પ્રતિનિધિ) વડોદરા તા.17

શહેરના દિવાળીપુરા વિસ્તારમાં રહેતા અને પરિવારના દાદીનું અવસાન થયું હોય પતિ પત્ની અને માતા સાથે ધૂળેટીના દિવસે ટિફિન આપવા જતા હતા તે દરમિયાન સોસાયટીમાં રહેતા એક છોકરાએ પત્ની અને માતા પર પાણી ફેંકતા આ બાબતે પતિએ ઠપકો આપ્યો હતો આ બાબતની અદાવતે સાંજે પાડોશીએ તથા અન્ય બે જણાએ ગડદાપાટુનો માર મારી લાકડીથી હૂમલો કરતાં અકોટા પોલીસે ફરિયાદના આધારે ત્રણ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના દિવાળીપુરા વિસ્તારમાં આવેલા રંગ અવધૂતપુરા ખાતે રાજ પ્રકાશભાઇ શિંદે પોતાના પરિવાર સાથે રહે છે અને ખાનગી કંપનીમાં નોકરી કરી ગુજરાન ચલાવે છે.ગત તા. 14માર્ચ ધૂળેટીના દિવસે સવારે સાડા અગિયાર વાગ્યે રાજ શિંદે પોતાના પત્ની અને માતા સાથે ટુ વ્હીલર પર અલકાપુરી પતરાની ચાલી ખાતે દાદી મરણ ગયા હોય ત્યાં ટીફિન આપવા જવા નિકળ્યા હતા તે દરમિયાન પાડોશમાં રહેતા અમીત ઠાકોરના દીકરા શિવમે રાજ શિંદે ની માતા અને પત્ની પર પાણી નાખ્યું હતું જે અંગે રાજ શિંદેએ પાણી ન નાંખવા શિવમને કહેતા સામાન્ય બોલચાલી થ ઇ હતી બાદમાં રાજ શિંદે ત્યાંથી દાદીના ત્યાં જતાં રહ્યાં હતાં અને બપોરે આશરે બે વાગ્યાની આસપાસ પરત ફર્યા હતા ત્યારે શિવમના પિતા અમીત ઠાકોર તથા રાજ ઉર્ફે ચકી તેમજ જલુનાઓએ રાજ શિંદેને સોસાયટીમાં ઉભા રાખીને સવારની અદાવત રાખી અપશબ્દો બોલ્યા હતા અને રાજ શિંદેને ગડદાપાટુનો માર માર્યો હતો આ દરમિયાન અમીત ઠાકોરે રાજ શિંદેને જમણા પગમાં અને પીઠના ભાગે ડંડા થી માર માર્યો હતો જેથી રાજ શિદેને જમણા પગમાં ઇજાઓ થઇ હતી તથા રાજન ઉર્ફે ચકીનાએ ડાબા કાન પાછળ લાફો મારી દીધો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આ સમગ્ર મામલે રાજ શિંદેએ ત્રણ ઇસમો વિરૂધ્ધ અકોટા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top