મહિલા તથા તેના પતિ બંનેના બીજા લગ્ન હતા.મહિલા પોતે કરાટેના ક્લાસ તથા શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે
(પ્રતિનિધિ) વડોદરા તા.27
શહેરના તાંદલજા વિસ્તારમાં રહેતી મુસ્લિમ મહિલા ના નાગરવાડા વિસ્તારમાં રહેતા મુસ્લિમ યુવક સાથે સમાજના રિવાજ તથા શરિયત મુજબ બંનના વર્ષ 2023મા બીજા નિકાહ થયા હતા શરુઆતમાં નિકાહ જીવન સમુસુતરું ચાલ્યું હતું ત્યારબાદ મહિલાના આક્ષેપો મુજબ જેઠાણી સહિતના સાસરીયાઓ દ્વારા માનસિક ત્રાસ આપતા હતા અને યુક્તિપૂર્વક પતિએ પોતાને પિયર મોકલી આપી તેડવા આવતા ન હોય પોતાના ભરણપોષણ માટે પતિ સાથે ફેમિલી કોર્ટમાં અરજી દાખલ કરી હતી આ કેસમાં એડવોકેટ ભૌમિક એચ શાહ દ્વારા રજૂઆત સાથે જરુરી પૂરાવાઓ રજૂ કરતાં ફેમિલી કોર્ટ દ્વારા અરજદારની ભરણ પોષણ માટેની અરજી નામંજૂર કરવાનો હૂકમ કર્યો છે.
શહેરના તાંદલજા વિસ્તારમાં રહેતી એક તલાકશુદા મહિલાના બીજી વાર નિકાહ નાગરવાડા વિસ્તારમાં રહેતા તલાકશુદા વેપારી મુસ્લિમ યુવક સાથે સમાજના રિવાજ અને સરિયત કાનૂન મુજબ થયા હતા નિકાહ બાદ મહિલા પોતાની સાસરીમાં સંયુક્ત કુટુંબમાં નિકાહ દરમિયાન મળેલ સ્ત્રીધન ચીજવસ્તુઓ સાથે રહેવા માટે ગયા હતા શરુઆતમાં દાંપત્યજીવન સુખમય વિતી રહ્યું હતું પરંતુ પતિની પ્રથમ પત્ની તલાક બાદ પતિના ઘરની સામે જ રહેતી હતી અને જેઠાણીની બહેન પણ થતી હોય જેઠાણી દ્વારા અવારનવાર માનસિક રીતે પ્રતાડના કરી પતિને ચઢામણી કરતા તથા દિયર જેઠ પણ પતિને ચઢામણી કરતા હોવા છતાં દાંપત્યજીવન બચાવવા આ બધી વાતો પત્ની ધ્યાન આપતી ન હતી ત્યારે પતિએ એકવાર પોતે બહાર વેપાર માટે જવાનું હોય બે ત્રણ દિવસ પત્નીને પોતાના પિયર ફરી આવવા જણાવી ત્યારબાદ તેડવા ન જતાં તથા જ્યારે પોતે સાસરીમાં ગ ઇ ત્યારે જેઠાણી અને સાસરિયાઓએ ધક્કો મારી ઘૂસવા દીધી ન હોવાના ગંભીર આક્ષેપ સાથે પત્નીએ પતિ સામે ભરણપોષણની અરજી ફેમિલી કોર્ટમાં રજૂ કરી હતી જેમાં સામે પતિ તરફે એડવોકેટ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે પત્ની દ્વારા વેપારીનું સ્ટેટ્સ જોઇ નિકાહ કર્યા હતા અને પતિના માંથે બે દીકરીઓ જે પ્રથમ પત્ની થકી હતી તેઓની જવાબદારી હોવા છતાં પત્ની ઘરમાં કોઇની સાથે સરખી રીતે વાત કરવા દેતી નહીં અને પોતે કરાટે ક્લાસ અને શિક્ષિકા તરીકે ફરજ બજાવી ઘરની જવાબદારી થી દૂર રહેતી અને ખોટી રીતે ભરણપોષણની અરજી કરી હોવાની રજૂઆત કરી હતી એડવોકેટ ભૌમિક શાહ ની રજૂઆતો અને પૂરાવાઓને ધ્યાનમાં રાખીને ફેમિલી કોર્ટ દ્વારા અરજદારની અરજી નામંજૂર કરવાનો હૂકમ કરવામાં આવ્યો છે.