Vadodara

મુસાફરના પર્સની ચોરી કરી ભાગતો રિક્ષા ચાલક ઝડપાયો

ઓટો રિક્ષા ચાલક પાસેથી રૂ.11,000રોકડા, સીએનજી રિક્ષા જેની આશરે કિંમત રૂ.55,000 મળીને કુલ રૂ 66,000નો મુદામાલ કબજે લેવાયો

સુભાનપુરા થી મધુનગર તરફ જતા રિક્ષા ચાલકને પોલીસે ઝડપી પૂછપરછ કરતાં ગુનો કબૂલ્યો

(પ્રતિનિધિ) વડોદરા તા. 09

ગત તા. 30-12-2024 ના રોજ રાહદારીને રિક્ષામાં બેસાડી તેના પર્સ તથા ડોક્યુમેન્ટ ચોરી કરી ભાગી જનાર ઓટો રિક્ષા ચાલકને બાતમીના આધારે ગોરવા પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, ગત તા. 30 ડિસેમ્બર 2024ના રોજ સુપર માર્કેટ થી એક મુસાફરને પોતાની ઓટો રિક્ષામાં બેસાડી તેના પર્સ અને ડોક્યુમેન્ટ ની ચોરી ભાગી જનાર સીએનજી ઓટો રિક્ષા ચાલકને ગોરવા પોલીસે બાતમીના આધારે શહેરના સુભાનપુરા થી મધુનગર તરફ જતા સીએનજી રિક્ષા રજીસ્ટ્રેશન નંબર જીજે -23-એવી-0450 સાથે ચાલકને માહિતીના આધારે ઝડપી પાડી પૂછપરછ કરતાં તેનું નામ મોહસીન હુસૈન રીફાકતહુસેન અબ્દાલ+રહે. આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના પેટલાદ દેવકુવા ત્રણ બત્તી) હોવાનું જણાવ્યું હતું તથા અગાઉ મુસાફરના પર્સની ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું.પોલીસે તેની પાસેથી રોકડ રકમ રૂ.11,000, સીએનજી રિક્ષા જેની આશરે કિંમત રૂ 55,000 મળીને કુલ રૂ.66,000ના મુદામાલ સાથે ઝડપી પાડી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top