Vadodara

મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ રવિવારે એસ.એસ જી હોસ્પિટલના મેડિકલ કોલેજના ઓડિટોરિયમ ખાતે કાર્યક્રમમાં ભાગ લેશે.

મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ રવિવારે વડોદરામાં એસ.એસ જી હોસ્પિટલના મેડિકલ કોલેજના ઓડિટોરિયમ ખાતે કાર્યક્રમમાં ભાગ લેશે.

લઘુ ઉદ્યોગ ભારતી ગુજરાત પ્રદેશ વડોદરા જિલ્લા દ્વારા આયોજિત ક્ષેત્રીય સંમેલનને ખુલ્લું મુકશે

હોસ્પિટલ પ્રશાસન તથા પોલીસ તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી

લઘુ ઉદ્યોગ ભારતી ગુજરાત પ્રદેશ વડોદરા જિલ્લા દ્વારા આયોજિત ક્ષેત્રીય સંમેલનને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજરોજ રવિવારે સવારે 11:30 કલાકે સયાજી હોસ્પિટલના મેડિકલ કોલેજ ઓડિટોરિયમ ખાતે ખુલ્લું મુકશે.લઘુ ઉદ્યોગ ભારતી રાષ્ટ્રનું સૌથી મોટું ઔદ્યોગિક સંગઠન છે જે ઉદ્યોગહિત થકી રાષ્ટ્રહિતના મંત્ર સાથે છેલ્લા 29 વર્ષથી સંપૂર્ણ ભારત વર્ષમાં સૂક્ષ્મ, લઘુ અને મધ્ય ઉદ્યોગોના હિતાર્થે કાર્ય કરી રહ્યું છે. આ કાર્યક્રમમાં વડોદરાના સહકારી ક્ષેત્રના લોકો પણ જોડાશે. આ પ્રસંગે લઘુ ઉદ્યોગ ભારતીના અખિલ ભારતીય સંગઠન મંત્રી પ્રકાશચંદ્ર ગુપ્તા,લઘુ ઉદ્યોગ ભારતી રાષ્ટ્રીય અધ્યક્ષ ઘનશ્યામભાઈ ઓઝા, ગુજરાત અને રાજસ્થાનના પ્રભારી બળદેવભાઈ પ્રજાપતિ, ઉદ્યોગ કમિશનર સંદીપ સાંગલે, ઇશ્વરભાઇ પટેલ, પ્રદેશ મહામંત્રી ઈશ્વરભાઈ સજ્જન,વડોદરા જિલ્લા પ્રમુખ વિરલભાઈ ચૌધરી, સંદીપભાઈ શાહ સહિત ગુજરાતના સૂક્ષ્મ,લઘુ અને મધ્ય ઉદ્યોગકારો ઉપસ્થિત રહેશે.
રાજ્યના મુખ્યમંત્રી વડોદરા શહેરના એસ.એસ.જી.હોસ્પિટલના મેડિકલ કોલેજ ઓડિટોરિયમ ખાતે આવવાના હોય હોસ્પિટલમાં યુધ્ધના ધોરણે સ્વચ્છતા કરી દવા છંટકાવ સહિતની કામગીરી કરવામાં આવી છે સાથે જ હોસ્પિટલ પ્રશાસન, પોલીસ તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે હોસ્પિટલ બહાર જે લારી ગલ્લાઓ તથા ખાનગી એમ્બ્યુલન્સ અને કોફીનો હટાવી દેવામાં આવ્યું છે.

Most Popular

To Top