વડોદરા શહેરમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા આવવાના છે. તેમની મુલાકાત દરમિયાન નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના તાજેતરમાં અવસાન પામેલા ચેરમેન નિશિધભાઈ દેસાઈના ઘરે જઈ શ્રદ્ધાંજલિ આપશે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે. નિશિધભાઈ દેસાઈનું થોડા દિવસ પહેલા હાર્ટ એટેકથી અચાનક અવસાન થયું હતું, જેને લઈને શિક્ષણ જગત સહિત ભાજપ વર્તુળમાં શોક વ્યાપ્યો હતો. મહત્વનું છે કે, મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષની વડોદરા મુલાકાતને લઈને સ્થાનિક નેતાઓએ પણ તૈયારીઓ શરૂ કરી છે.