હાલોલ:
હાલોલ તાલુકાના તાજપુરા ખાતે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં નારાયણ વન ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમ “એક વૃક્ષ મા કે નામ “એક વૃક્ષ નારાયણ બાપુ કે નામ “અંતર્ગત 25,000 ઉપર વૃક્ષનું રોપણ કરવામાં આવ્યું હતું હાલોલ તાજપુરા શ્રી નારાયણ આરોગ્યધામ અન્નપૂર્ણા ટ્રસ્ટ અને વન વિભાગ પંચમહાલના સંયુક્ત ઉપક્રમે મુખ્યમંત્રીના સાંનિધ્યમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને અખંડ નિરહારી મહાયોગી દાદા ગુરુ સહિત મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કર્યું હતું અને વૃક્ષારોપણ નો કાર્યક્રમ કર્યો હતો.

આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં અલગ અલગ જાતિના ૯૧ પ્રકારના વૃક્ષો રોપીને એક વિરાટ વન ઊભું કરવાનો સંકલ્પ કરાયો હતો. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ગુજરાત રાજ્ય વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઇ ભરવાડ, હાલોલના ધારાસભ્ય જયદ્રસિંહજી પરમાર, મધ્યપ્રદેશના વન મંત્રી પ્રહલાદભાઈ પટેલ તથા અન્ય આગેવાનોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા આજના કાર્યક્રમને અનુરૂપ શ્રી દાદા ગુરુદેવ અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે પ્રવચન આપી લોકોને પર્યાવરણ અને સ્વચ્છતા માટે ભાર મૂક્યો હતો. દાદા ગુરુએ વૃક્ષ એ આપણા પરમાત્મા સ્વરૂપ છે માટે તેનું ચોક્કસપણે જતન કરી એક એક વૃક્ષ દરેકે પોતાની માતાના નામે વાવવો જોઈએ એવો સંદેશો સર્વને આપ્યો હતો. આ આયોજનમાં પધારેલા સર્વને પ્રસાદ લઈને જવાનો આગ્રહ કરાયો હતો નારાયણ ટ્રસ્ટ તથા પોલીસ તંત્રની ઉત્તમ કામગીરીથી કાર્યક્રમ શાંતિ પૂર્વક સંપન્ન થયો હતો