વડોદરાની મુલાકાતે આવેલા મુખ્યમંત્રીની મુલાકાત કરવા જતાં કૉંગ્રેસ આગેવાન ,પૂર્વ વિપક્ષ નેતા અમી રાવતની તેમના નિવાસસ્થાનેથી અટકાયત કરવામાં આવી હતી. કૉંગ્રેસ અગ્રણી અનુજ નગરશેઠ, કિરણ કાપડિયા, હાર્દિક અમોદિયા, તરુણ ઠક્કર, નબી પઠાણ, દિનેશ લિંબાચિયા, હસમુખ પરમાર, સંતોષ મિશ્રા, ઇસ્માઇલ ચાચા, ગુપ્તાજીની પણ પોલીસે અટકાયત કરી હતી. અમી રાવતે ભયાનક પુરની તારાજીમાં રાહત પેકેજ અને પુર રોકવા ભવિષ્યના આયોજન અને ભાજપના વહીવટ સામે આક્રોશ વ્યકત કર્યો હતો.
સવારથી નરેન્દ્ર રાવત અને અમી રાવતના ઘર નીચે કડક પોલીસ બંદોબસ્ત રાખ્યો હતો. નરેંદ્ર રાવતના માતા બીમાર હોવાથી પાલનપુર રવાના થયા ત્યારે પોલસે એક્સ્પ્રેસ હાઇવે સુધી પીછો કર્યો અને જાણ્યું કે સામાંજિક કામે પાલનપુર જઈ રહ્યા છે ત્યારે જવા દીધા હતા.