Vadodara

મુખ્યમંત્રીની પ્રત્યક્ષ અને કેન્દ્રીય ગૃહ મંત્રીની પરોક્ષ પૂ. વ્રજરાજકુમારજીની ભાગવત કથામાં હાજરી

*ભગવાન શ્રી કૃષ્ણની અલગ અલગ લીલાઓનું દર્શન.

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ પ્રત્યક્ષ રીતે અને ભારતના ગૃહ મંત્રી અમિતભાઈ શાહ વર્ચ્યુલી જોડાયા

વડોદરા::શ્રીમદ્ ભાગવત કથાના પંચમ દિવસે વૈષ્ણવાચાર્ય પૂજ્ય શ્રી ધ્રુમિલકુમારજી મહોદય શ્રી, વડતાલ મંદિર ના શ્રી રાકેશપ્રસાદ મહારાજ શ્રી, અનુપમ મિશન થી જસભાઈ સાહેબ શ્રી વિશેષ ઉપસ્થિત રહી આશિર્વચન પાઠવ્યા હતા. આજે આપણે સૌને શ્રી વ્રજરાજકુમારજીનું નેતૃત્વ મળ્યું છે જે ગૌરવ લઈ શકાય. આપશ્રી વલ્લભકુળ પરિવારનું ગૌરવ છો સાથે સનાતન હિન્દુ ધર્મનું ગૌરવ પણ છો તેમજ રાષ્ટ્રનું ગૌરવ પણ છો. VYO ભારત પૂરતું નહીં પણ વૈશ્વિક લેવલ પર કાર્ય કરતી સંસ્થા છે. આ ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવ ના પાંચમા દિવસે ભગવાન શ્રીકૃષ્ણ લીલાઓનું શ્રવણ કર્યું.

ભગવાન શ્રીકૃષ્ણનું ચતુર્ભુજ સ્વરૂપે શ્રી બાલકૃષ્ણલાલજી નું પ્રાગટ્ય થયું. પૂજ્યશ્રી વ્રજરાજકુમારજીના સ્વમુખેથી ભગવાન શ્રીકૃષ્ણની અલગ અલગ લીલાઓને શ્રવણ કરી. સનાતન વૈદિક હિંદુ ધર્મમાં આપણે કહી શકાય કે સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન શ્રીકૃષ્ણ છે જે સાકાર સ્વરૂપ છે ભગવાનને જે 5,000 વર્ષ પહેલા જે લીલાઓ કરી તેને આજે પણ આપણે ભાવવિભોર થઈને વારંવાર સાંભળવી એ છીએ.. જે આનંદ છે એ “કૃષ્ણ છે”, જે કૃષ્ણ છે તે જ આનંદ છે. મનુષ્યના સ્વભાવ મુખ્ય ત્રણ પ્રકારે હોય છે સાત્વિક, રાજસ અને તામસ. તેમાં સાત્વિક સ્વભાવવાળા લોકો ગુણને વ્યવહાર કરતાં હોય છે, રાજસ સ્વભાવવાળા વ્યક્તિના હાવભાવ અને નખરા જોઈને વ્યવહાર કરતાં હોય છે અને તામસ સ્વભાવવાળા વ્યક્તિના રૂપ જોઇને વ્યવહાર કરતાં હોય છે. સત એ વિષ્ણુ છે, રજ એ બ્રહ્માજી છે અને તમ છે એ શિવજી છે. પ્રશ્ન થાય કે વિષ્ણુ મોટા કે શ્રીકૃષ્ણ મોટા તો મહાવીષ્ણુ જે લોકવેદાતીત પુરુષોત્તમ ભગવાન શ્રીકૃષ્ણ મોટા છે. જે ભગવાન ભારતના ચારધામ અને તીર્થ સ્થાનોમાં વ્યાપક રીતે બિરાજમાન છે.

ભગવાન શ્રી કૃષ્ણ કહે છે મારે તો મારા ભક્તો ના ભાવ ની જરૂર છે જે મનુષ્ય મને કઈ આપે છે તન, મન અને ધન થી સમર્પિત કરે છે એના બદલામાં એમની સેવાને અને કર્મને આધાર પર કઈકને કઈક હું આપવા તૈયાર છું અને એમને પ્રદાન કરું છું. મનુષ્યએ ખાલી ધીરજ રાખવાની ની જરૂર છે સમય પર હું બધું પૂર્ણ કરી આપીશ. વ્યક્તિના કર્મને આધાર પર બધી ઈચ્છાઓ પૂર્ણ કરી આપીશ. જીવન પૈસા વગર ના ચાલે પણ કર્મમાર્ગમાં આગળ વધવું હોય તો પૈસો મહત્વનો ભાગ ભજવે છે. વ્યક્તિના જીવનમાં વિચાર શક્તિનું બહુ મહત્વ છે વ્યક્તિ કર્મમાર્ગ, જ્ઞાનમાર્ગ અને ભક્તિમાર્ગમાં તેના વિચાર શક્તિના માધ્યમથી આગળ વધી શકે છે ભગવાન શ્રીકૃષ્ણએ વ્રજની અંદર એક પછી એક લીલાઓ કરી સાથે અસુરોનો પણ વિનાશ કર્યો છે. પ્રભુ એ છાકલીલા કરી સખાઓ સાથે. ત્યારબાદ પ્રભુએ ગૌચારણ લીલા કરી માતા યશોદાજીના કહેવા અનુસાર પહેલા વાછરડા ચારવા ગયા તેવી રીતે બધી લીલાઓને ભગવાને એક પછી એક પરિપૂર્ણ કરી છે.

પ્રભુને ૨ ‘P’ નથી ગમતા પાપી અને પાખંડી ને પ્રભુને બે ‘P’ ગમે છે પ્રેમ અને પવિત્રતા બહુ ગમે છે. જીવનમાં સારું થાય તો ભગવાનની કૃપા માનજો અને ખરાબ થાય તો આપણા ખરાબ કોઈ કર્મ હશે અથવા ગયા જન્મના કોઈ ખરાબ કર્મ હશે. આપણા શરીરની 11 ઇન્દ્રિયો એ પ્રભુનું વાહન છે જે પ્રભુ પોતે ચલાવે છે. હંમેશા આપણી ઇન્દ્રિયોને મારવી નહીં, વાળવી એટલે આગળ તરફ લઈ જવી. તમે સત્સંગ નથી કરતા તો મુખની ઇન્દ્રિયથી સત્સંગ કરો, તમે કીર્તન નથી સાંભળતા તો કાનની ઇન્દ્રિયથી કીર્તન સાંભળો, તમે દર્શન નથી કરતા તો આંખની ઇન્દ્રિયથી દર્શન કરો આવી રીતે 11 ઇન્દ્રિયોને પ્રભુના માર્ગ તરફ વાળવાની છે જે રીતે શરીરને જુદા જુદા પ્રયોજન કરીએ છીએ તેવી રીતે મનને પણ સત્સંગના માધ્યમથી સાચવવું પડે નહિતર શરીર સાચવ્યું હશે ને મન નહીં સાચવ્યું હસે તો વ્યર્થ છે. માટે બધી ઇન્દ્રિયોને પ્રભુના માર્ગ તરફ ચલાવી.

VYOના માધ્યમથી અને પૂજ્યશ્રી વ્રજરાજકુમારજીના પ્રેરણાથી પાંચ પ્રેક્ટિસ ચાલુ કરવામાં આવશે. વ્યક્તિ પોતાનું જીવન સારી રીતે શાંતિથી અને આનંદથી જીવવું હશે તો આ પાંચ પ્રકારની પુષ્ટિ પ્રેક્ટિસ જે VYO દ્વારા ચાલુ કરવામાં આવશે તેને અનુસરવું પડસે, તેમાં પ્રથમ કીધું શ્રી ઠાકોરજીને સેવા તમે પુષ્ટ કે અપુષ્ટ સેવાની પ્રેક્ટિસ શરૂ કરો, બીજુ નિત્ય સત્સંગ કરો, ત્રીજું સંકિર્તન કરો, ચોથું ધ્યાન પ્રકારનો ક્રમ અને પાંચમો જપ પ્રકાર કરવાનું કીધું છે. આ પ્રકારની પ્રેક્ટિસ દ્વારા વ્યક્તિને શ્રી પ્રભુમાં જોડાવા માટેનો પ્રયાસ છે મનુષ્ય શ્રી ઠાકોરજીની સેવા કરવાની છે પણ જ્યાં સુધી નથી કરતો ત્યાં સુધી આ પુષ્ટિ પ્રેક્ટિસ ચાલુ રાખે પછી જો જીવ અધિકારી હશે તો એ પુષ્ટ સેવા કરતો થઈ જશે. આ મહોત્સવના અંતિમ દિવસે તારીખ 29 ડિસેમ્બર, 2025 ને સોમવારના સવારે 6:00 વાગ્યાથી 7:30 વાગ્યા સુધી આ નવો મેડીટેશન ક્રમનું ઉદ્ઘાટન છે જેમાં ચક્ર બેલેન્સિંગ શીખડાવવામાં આવશે ત્યારબાદ સવારે 10 વાગ્યે 1008 પ્રયાગરાજ તીર્થ કળશનું આયોજન કરવામાં આવ્યું છે.

Most Popular

To Top