Vadodara

મુખ્યમંત્રીના વડોદરા આગમન પહેલા કેતન ઇનામદારનો વધુ એક ધડાકો

પાંચ ધારાસભ્યોના લેટર બોમ્બ બાદ સાવલીના ધારાસભ્યનો વધુ એક પ્રહાર,સંકલની બેઠકમાં હાજર નહિ રહે

પડતર પ્રશ્નોનું નિરાકરણ નહિ આવતા નિર્ણય લીધો :

સંકલન એક ફોર્માલિટી હોય તો હું એનો ભાગ બનવા માંગતો નથી : કેતન ઈનામદાર

( પ્રતિનિધિ )વડોદરા,તા.17

વડોદરાના તમામ ધારાસભ્યોએ અગાઉ અધિકારીઓ નહિ સાંભળતા હોવાના આક્ષેપ સાથે મુખ્યમંત્રીને પત્ર લખ્યા બાદ પણ સરકારે કોઈ ગંભીરતા નહીં દાખવતા ધારાસભ્યોમાં નારાજગી જોવા મળી છે. આવતીકાલે રવિવારે મુખ્યમંતી વડોદરા આવી રહ્યા છે તે પહેલા આજે મળનારી સંકલનની બેઠક પૂર્વે સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે વધુ એક ધડાકો કર્યો છે. તેમણે પોતાના પડતર પ્રશ્નોનું નિરાકરણ નહીં આવતું હોવાના આક્ષેપ સાથે આજે મળનારી સંકલનની બેઠકમાં હાજર નહીં રહેવા જણાવ્યું હતું.


અધિકારીઓ નહીં સાંભળતા હોવાની અગાઉ વડોદરાના પાંચ ધારાસભ્યોએ રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી. ત્યારે હજી પણ પડતર પ્રશ્નોનું નિરાકરણ કરવામાં નહીં આવતા સાવલી વિધાનસભા બેઠકના ધારાસભ્ય કેતન ઇનામદારે ફરી એક વખત આક્રમક વલણ અપનાવ્યું છે. આજે મળનારી સંકલન સમિતિની બેઠકમાં તેઓ હાજર નહીં રહે.

કેતન ઇનામદારે જણાવ્યું હતું કે , સંકલન સમિતિ ની અંદર અગાઉ સંકલનના પ્રશ્નોનું નિરાકરણ નથી આવ્યું અને સંકલન સમિતિની બેઠકનું એટલું મહત્વ હોય છે. જે દર મહિનાના ત્રીજા શનિવારે સંકલન સમિતિની બેઠક થતી હોય, જેમાં તમામ વિસ્તારના ધારાસભ્યો સાથે સંસદ સભ્ય, જિલ્લા પંચાયતના પ્રમુખથી માંડીને તમામ હોદ્દેદારો ત્યાં ઉપસ્થિત હોય છે. તમામ ડિપાર્ટમેન્ટના સર્વોચ્ચ અધિકારીઓ હાજર હોય છે. કલેકટરના અધ્યક્ષ સ્થાને મીટીંગ મળતી હોય છે. ત્યારે, એ વસ્તુની ખૂબ જ મોટી ગંભીરતા હોય છે. આ સંકલન સમિતિની. જ્યારે પણ તેમાં પ્રશ્ન પુછાય ત્યારે જે તે ડિપાર્ટમેન્ટના જે તે પ્રશ્ન હોય એને ગંભીરતાથી લેવાતા હોય છે અને નિરાકરણ થતું હોય છે, પણ છેલ્લી ઘણી સંકલનથી મારા પ્રશ્નો છે. આજ દિવસ સુધી પડતર છે. એનું કોઈ નિરાકરણ પણ નથી આવ્યું કે, કોઈ એવા પ્રયત્નો નથી થયા, કે આનું નિરાકરણ આવે. તો પછી આ સંકલન એક ફોર્માલિટી હોય તો આ ફોર્માલિટીનો હું ભાગ બનવા નથી માંગતો. જેથી આ સંકલન સમિતિને ખૂબ ગંભીરતાથી લેવાય અને આવનારી ફરી સંકલનની અંદર એને ફોર્માલિટી તરીકે નહીં પણ મહત્વની બેઠક તરીકે લેવાય એના માટેનો આ એક સંદેશ છે.

Most Popular

To Top