Vadodara

મુકેશ અંબાણી ના પુત્ર અનંત અંબાણી લગ્ન સ્થળે બોમ બ્લાસ્ટ કરવાની ધમકી આપનાર વડોદરાનો આરોપી ઝડપાયો

વિરલ આસરા ની ધરપકડ કરી મુંબઇ પોલીસ રવાના




અનંત અંબાણીના લગ્ન સમારંભમાં જીઓ કન્વેનશન સેન્ટરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર યુવક વડોદરાનો નીકળ્યો છે. મુંબઈ પોલીસે વિરલ આસરા નામના યુવકને વડોદરાના આજવા રોડ ખાતેના એક એપાર્મેન્ટ માંથી ઝડપી પાડયો હતો. સોશિયલ મીડિયાના માધ્યમથી અંનત અંબાણીના લગ્ન સ્થળે બૉમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી આપી હતી.
બિઝનેસ ટાઇકૂન મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીના લગ્ન રાધિકા મર્ચન્ટ સાથે કરવામાં આવ્યા. અનંત અને રાધિકાના આલીશાન લગ્ન સમારોહ મુંબઈના જીઓ કન્વેનશન સેન્ટર ખાતે યોજવામાં આવ્યા હતા.જ્યાં દેશ-વિદેશના દિગ્ગ તેમજ નામી વ્યક્તિઓ ઉપસ્થિત રહ્યા હતા.એટલું જ નહિ અનંત-રાધિકાના આશીર્વાદ સમારોહમાં ખુદ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ઉપસ્થિત રહ્યા હતા.પરંતુ આ પહેલા જ સોશિયલ મીડિયા મારફતે અંનત અંબાણીના લગ્ન સ્થળ જીઓ કન્વેનશન સેન્ટરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ દોડતી થઈ હતી.
અને આખરે બ્લાસ્ટ કરવાની ધમકી આપનાર યુવકની વડોદરાથી ધરપકડ કરવામાં આવી છે. મુંબઈ પોલીસે વડોદરાના આજવા-વાઘોડિયા રોડ ૫૨ આવેલ સુવર્ણલક્ષ્મી એપાર્ટમેન્ટમાંથી વિરલ આસરા નામના યુવકની ધરપકડ કરી છે. વિરલ કલ્પેશભાઈ આસરાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટર પરથી અનંત અંબાણીના લગ્ન પ્રસંગમાં બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી આપી હતી. જેથી મુંબઈ પોલીસે વડોદરાની બાપોદ પોલીસને સાથે રાખી વિરલની ધરપકડ કરી છે.અને ધરપકડ બાદ વિરલ આસરાને મુંબઈ લઈ જવાયો છે.

Most Popular

To Top