Vadodara

મુંબઈથી રાજસ્થાન જઈ રહેલા એક પરિવારે ટ્રેનની મુસાફરી દરમિયાન ₹ 1.19 લાખની કિંમતનું પાકિટ ગુમાવ્યું

વડોદરા રેલવે પોલીસ મથકે ₹ 1.19 લાખની મતા ગુમાવ્યાની ફરિયાદ નોંધાઈ


(પ્રતિનિધિ), વડોદરા. તા.5

મુંબઈના રહેવાસી સુનિલ વાગરેચા ગત તારીખ ૯મી ડિસેમ્બરના રોજ પોતાના પરિવાર સાથે મુંબઈથી રાજસ્થાનના ચિત્તોડગઢ જઈ રહ્યા હતા. મુસાફરી દરમિયાન તેમના પાકિટમાં સોનાના દાગીના અને રોકડ રકમ સહિત કુલ ₹ 1,19,508/- ની મતા હતી. જોકે, જ્યારે પરિવારે પોતાનું પાકિટ તપાસ્યું ત્યારે તે મળી આવ્યું ન હતું. આ પાકિટ કોઈ અજાણ્યા ઉઠાવગીર દ્વારા ઉઠાવી લેવામાં આવ્યું હોવાનું માનીને પરિવારે આ અંગે વડોદરા રેલવે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ગુમ થયેલા પાકિટમાં મોટી રકમની મતા હોવાને કારણે રેલવે પોલીસે બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઈને તાત્કાલિક ધોરણે કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે અજાણ્યા ઉઠાવગીર વિરુદ્ધ ફરિયાદ નોંધીને ટ્રેનમાં તેમજ રેલવે સ્ટેશનો પરના સીસીટીવી ફૂટેજની તપાસ સહિતની કાર્યવાહી શરૂ કરી છે.

Most Popular

To Top