Vadodara

મિલકત વિવાદ : કળિયુગના પુત્ર-પુત્રવધૂની પિતાને મારી નાખવાની ધમકી

લાચાર માતા-પિતાની પોલીસ કમિશનરને રજૂઆત :

ફતેગંજ પોલીસે સિનિયર સિટીઝન વૃધ્ધ દંપતીને હેરાન કર્યા હોવાના આક્ષેપ :

( પ્રતિનિધી )વડોદરા,તા.22

છાણી રોડ બરોડા રોઝીસ નર્સરીના નામે ફૂલ છોડ રોપાનું વેચાણ કરતા દંપતીના પુત્ર અને પુત્ર વધુએ અપશબ્દો બોલીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે ફતેગંજ પોલીસે કોઈ કાર્યવાહી નહીં કરી હોવાના આક્ષેપ સાથે વૃદ્ધ માતા પિતાએ ન્યાયની માંગ સાથે પોલીસ કમિશ્નરને રજૂઆત કરી હતી.

વડોદરા શહેરના નવાયાર્ડના વૃદ્ધને ફુલ-છોડની નર્સરીની જમીનને લઈ પુત્ર સાથે વિવાદ ચાલતો હતો. જોકે પુત્રે પિતાના પ્લોટમાંથી છોડનું વેચાણ કરતા મામલો બિચકયો હતો. પુત્ર સહિત તેની પત્નીએ પિતાને અપશબ્દો બોલીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે ફતેગંજ પોલીસે ગુનો દાખલ કર્યો હતો. પરતું, ફતેગંજ પોલીસ દ્વારા કોઈપણ પ્રકારની પુત્ર સામે કાર્યવાહી ન કરતા તેઓ આજે પોલીસ કમિશનરને રજૂઆત કરવા પહોંચ્યા હતા.

નવાયાર્ડ સંતોકનગર સોસાયટીમાં રહેતા 79 વર્ષીય ચીમનભાઈ પુરણસિંહ પરમાર છાણી રોડ બરોડા રોઝીસ નર્સરીના નામે ફૂલ છોડ રોપાનું વેચાણ કરે છે. આ નર્સરી વાળી મિલકતને લઈ ચિમનભાઈ અને તેમના દીકરા રવિ ઉર્ફે મોન્ટુ વચ્ચે વિવાદ ચાલતો હતો. આ મામલે કોર્ટમાં દિવાની દાવો ચાલી રહ્યો છે. રવિની પત્નીએ પણ અપશબ્દો બોલ્યા હતા. ત્યારે રવિ પિતાને ધમકી આપી હતી કે, અહિંથી જતા રહો નહીં તો જાનથી મારી નાખીશ. આ મામલે ફતેગંજ પોલીસે રવિ અને તેની પત્ની સામે ગુનો દાખલ કર્યો ન હતો અને ફતેગંજ પોલીસે સિનિયર સિટીઝન વૃધ્ધ દંપતીને હેરાન કર્યા હતા આખરે વૃધ્ધ દંપતીએ પુત્ર રવિ અને તેની પત્ની સામે કાર્યવાહી કરવા માટે પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી.

Most Popular

To Top