Vadodara

મિલકતના દસ્તાવેજમાં ફરજિયાત અક્ષાંશ રેખાંશ દર્શાવવા પડશે

ખુલ્લા પ્લોટ વાળી મિલકતમાં થતા દસ્તાવેજ અંગે સરકારનો મોટો નિર્ણય

દસ્તાવેજમાં કલર ફોટા ફ્રન્ટ વ્યુ અને સાઈડ વ્યુ પણ જોઈશે
ખુલ્લા પ્લોટ માં થતા વેચાણ દસ્તાવેજમાં સરકારને ગેરમાર્ગે દોરતા ભેજાબાજો અને બિલ્ડરો સરકાર સાથે છેતરપિંડી કરતા હોય તેવું ધ્યાને આવતા મહેસુલ ના કાયદામાં તાત્કાલિક ફેરફાર કર્યો છે. ચાલુ વર્ષના એક એપ્રિલથી નવા કાયદાનો કડક અમલ થશે. ખુલ્લા પ્લોટના કરાતા વેચાણ દસ્તાવેજમાં બાંધકામ હોવા છતાં પક્ષકારો સ્ટેમ્પ ડ્યુટીમાં છેતરપિંડી કરવા ખુલ્લા પ્લોટ બતાવીને તંત્ર સાથે ગેરરીતી આચરતા હતા. જે સરકારને ધ્યાને આવતા જ નવો કાયદો ઘડી કાઢ્યો હતો અને તેમાં પ્લોટના અક્ષાંશ રેખાંશ ફરજિયાત દર્શાવવા તમામ કચેરીઓના સબ રજીસ્ટ્રારને હુકમ કર્યા હતા.
પ્લોટ અને બાંધકામની જંત્રી મુજબ ગણતરી કરવાની હોય છે પરંતુ બાંધકામ દર્શાવેલું જ ના હોય, જેથી માત્ર પ્લોટ ની જમીન ઉપર જ જંત્રી મુજબના ભાવનો સ્ટેમ્પ પેપર ખરીદીને દસ્તાવેજની નોંધણીઓ કરાવતી હતી. જેના કારણે સરકાર સાથે થઈ રહેલી ગેરરીતીઑ ના કારણે કરોડો રૂપિયાનું નુકશાન થતું હતું. તેના પરિણામે સરકારની આવકમાં ઘટાડો થતો હોવાનું જાણ થતા જ સરકારે નિયમ ઘડી કાઢ્યો હતો. નવા નિયમ મુજબ દસ્તાવેજમાં પોસ્ટકાર્ડ સાઈઝના કલર ફોટા ફ્રન્ટ વ્યુ અને સાઈડ વ્યુના ફોટા ફરજિયાત લગાવવા પડશે. મિલકતના પોસ્ટલ સરનામાં પણ લગાવવા પડશે. નિયમમાં વધુ એક ફેરફારમાં દસ્તાવેજ લખનારને લેનાર બંને પ્રકારની સહી ફરજીયાત જોઈશે. જો આ રીતે નોંધ નહીં હોય તો કચેરીના સબ રજિસ્ટ્રાર નોંધણી જ નહીં કરે. પહેલી એપ્રિલથી નવા નિયમનો અમલ શરૂ કરવા ગુજરાતના તમામ સબ રજીસ્ટ્રારને હુકમ કરવામાં આવ્યા છે.

Most Popular

To Top