ગત તા.22ફેબ્રુઆરીના રોજ ચાર મિત્રો સાથે સાયકલ રાઇડીંગ માટે હાલોલ -ગોધરા રોડથી મોડાસા ગયા હતા જ્યાંથી પરત સવારે વડોદરા ફરતાં ઘટના બની
સમગ્ર મામલે હરણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી
(પ્રતિનિધિ) વડોદરા તા. 23
શહેરના ભાયલી વિસ્તારમાં રહેતા વ્યક્તિ પોતાના ત્રણ મિત્રો સાથે ગત તા.22 ફેબ્રુઆરીના રોજ વડોદરાથી સાયકલ રાઇડીંગ માટે હાલોલ -ગોધરા રોડથી મોડાસા ગયા હતા જ્યાંથી તા.23 ફેબ્રુઆરીના રોજ સવારે સાડા પાંચ વાગ્યે વડોદરા પરત ફરી ગોલ્ડ ચોકડી બ્રિજ નીચે પહોંચ્યા હતા જ્યાં એક અજાણ્યા વાહને એક સાયકલ સવારને અડફેટે લેતાં ઇજાગ્રસ્ત થયા હતા જેઓને એસ.એસ.જી.હોસ્પિટલ એમ્બ્યુલન્સ મારફતે લઇ જતાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા સમગ્ર મામલે હરણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા હરણી પોલીસે તપાસ કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરા શહેરના સુભાનપુરા સૌરભ પાર્ક સોસાયટીમાં આવેલા મકાન નં.એ-229 ના અને હાલમાં ભાયલી વિસ્તારમાં આવેલી નવરચના યુનિવર્સિટી નજીકના પ્રથમ મેડોઝમા મકાન નંબર 15મા સુરતપ્યારી સંજયભાઈ વર્મા પોતાના પરિવાર સાથે રહે છે અને પાદરાના મુજપુર ખાતેના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવે છે તેઓ આજે સવારે પોતાના ઘરે હતા તે દરમિયાન તેમના પતિના મિત્રે તેઓને ફોન કરીને જણાવ્યું હતું કે, તેમના પતિ સંજય હિંમતલાલ વર્મા તથા અન્ય ચાર મિત્રો જેઓ ગત તા.22 ફેબ્રુઆરીના રોજ સવારે વડોદરાથી સાયકલ રાઇડીંગ માટે હાલોલ -ગોધરા રોડથી મોડાસા ગયા હતા જ્યાંથી સાંજે વડોદરા પરત આવવા નિકળ્યા હતા અને આજે વહેલી સવારે સાડા પાંચ વાગ્યાની આસપાસ શહેરના ગોલ્ડન ચોકડી બ્રિજ નીચે એક અજાણ્યા વાહને સંજયભાઇ ની સાયકલને અડફેટે લઇ ટક્કર મારતાં તેઓ નીચે પડી ગયા હતા અને તેમને માથામાં ગંભીર ઇજાઓ પહોંચી હોવાથી એમ્બ્યુલન્સ મારફતે તેમને એસ.એસ.જી.હોસ્પિટલમા લાવ્યા હોવાનું જણાવ્યું હતું જેથી મેડિકલ ઓફિસર સુરતપ્યારી વર્મા એસ.એએસ.જી.હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા જ્યાં તેઓના પતિનું ગંભીર ઇજાઓને કારણે સારવાર પહેલા જ મૃત્યુ નિપજ્યું હોય અજાણ્યા વાહન ચાલક વિરૂધ્ધ હરણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા હરણી પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી તપાસ સહિતની જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.
