Vadodara

મિત્રના ઘરે જતા યુવકને માર મારતાં બચાવ માટે વચ્ચે પડેલા કાકા પર ચાર લોકોએ તિક્ષણ હથિયાર થી હૂમલો કરી હત્યા કરી


*વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના લક્ષ્મીપુરા ગામે હત્યાનો બનાવ*


વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના લક્ષ્મીપુરા ખાતે પાનના ગલ્લા પર ગયેલા યુવકને ગામના ચાર લોકોએ ‘તુ વિશાલના ઘરે દરરોજ કેમ જાય છે?’ તેમ કહી અપશબ્દો બોલી માર માર્યો હતો તે દરમિયાન ભત્રીજાને છોડાવવા વચ્ચે આવેલા કાકા પર ચાર લોકોને ગડદાપાટુથી તેમજ તિક્ષણ હથિયારના ઘા વડે હૂમલો કરતાં કાકાને પાદરાના સરકારી હોસ્પિટલમાં લઈ જતાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા સમગ્ર મામલે તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.



પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના લક્ષ્મીપુરા ગામે અંબે માતાવાળા ફળિયામાં સંજયભાઈ સુરેશભાઇ સોલંકી પરિવાર સાથે રહે છે અને મકરપુરા જીઆઈડીસીમાં ખાનગી કંપનીમાં ફેબ્રિકેશનનુ કામ કરે છે. જેઓ બે ભાઇઓ છે. જેમાં સૌથી મોટો રણજીત ભાયલી બાન્કો કંપનીમાં ફરજ બજાવે છે ગત તા.15મી જાન્યુઆરીના રોજ સંજયભાઈ કંપનીમાં વાસી ઉતરાયણની રજા હોય બપોર બાદ સમીયાલા ખાતે રહેતા મિત્ર વિશાલ લક્ષ્મણભાઇ જાદવના ઘરની બાજુમાં આવેલા ખેતરમાં રીંગણા અને ફૂલેવારની શાકભાજી ની વાવણી કરી હતી ત્યાં સલ્ફેટ પાવડરનો છંટકાવ કરી કામ પૂરું કર્યા બાદ મિત્ર વિશાલ જાદવના ઘરે સાંજે જમી મિત્ર વિશાલ ની એક્ટિવા પર ઘરે પરત આવ્યો હતો અને રાત્રે સાડા આઠ વાગ્યે ઘરની બાજુમાં આવેલા વિપુલભાઇના પાનના ગલ્લા પર વેફરનુ પડીકું લઈ રહ્યા હતા તે દરમિયાન લક્ષ્મીપુરા ગામના ઇન્દિરા આવાસમાં રહેતા વિજય જગદીશ સોલંકી, યશપાલ હસમુખ પરમાર બંને ત્યાં ઉભા હતા તેમાં વિજયે સંજયને ગાળો બોલી “તું સમીયાલા ગામના વિશાલ જાદવના ઘરે દરરોજ કેમ જાય છે? તારે તેના ઘરે જવાનું નહીં જો જ ઇશ તો જાનથી મારી નાખીશ” તેમ કહી ઝઘડો કર્યો હતો તે દરમિયાન વિજયે પોતાની પાસે રહેલ બંધ ગુપ્તી જેવા હથિયાર થી પગમાં ઝાપટ મારી હતી અને યશપાલ ગડદાપાટુનો માર મારવા લાગ્યો હતો તે દરમિયાન બુમાબુમ થતાં સંજયના કાકા મહેશ હરમાનભાઇ સોલંકી બચાવવા માટે વચ્ચે પડ્યા હતા તે દરમિયાન વિજયનો મિત્ર અજય ઉર્ફે અજલો ગણપત સોલંકી તથા લક્ષ્મણભાઇ પણ ત્યાં આવી પહોંચ્યા હતા અને સંજયને ગડદાપાટુનો માર માર્યો હતો તે દરમિયાન વચ્ચે ભત્રીજાને બચાવવા આવેલા કાકા મહેશ સોલંકી ને યશપાલ તથા અજય અને કમલેશે પકડી લીધા હતા જ્યારે વિજય સોલંકીએ હાથમાં ગુપ્તી જેવા કોઇક તિક્ષણ હથિયાર વડે મહેશ સોલંકીના પેટના ભાગે હૂમલો કર્યો હતો જેથી મહેશભાઇ સોલંકી નીચે પડી ગયા હતા આ દરમિયાન સંજયના મિત્ર નિલેશ ત્યાં આવી સંજયને છોડાવવા જતાં વિજયે હાથમાં પહેરેલા ધાતુના કડાથી નિલેશના કપાળના ભાગે મારતાં નિલેશને કપાળે લોહિલુહાણ થયો હતો તે દરમિયાન સંજયના પિતા સુરેશભાઈ તથા કાકાની દીકરી હિરલ આવી જતાં વિજય ત્યાંથી જતા જતા જણાવ્યું હતું કે “ફરી વિશાલ જાદવના ઘરે દેખાયો તો જાનથી મારી નાખીશું ” ત્યારબાદ ગામના લોકોએ 108 એમ્બ્યુલન્સ ને બોલાવી હતી જેમાં ઇજાગ્રસ્ત મહેશભાઈ સોલંકીને પાદરા સરકારી હોસ્પિટલમાં લઇ જતાં ત્યાં ફરજ પરના તબીબોએ મહેશભાઇ સોલંકી ને મૃત જાહેર કર્યા હતા જ્યારે નિલેશને સારવાર બાદ રજા અપાઇ હતી.

સમગ્ર મામલે પોલીસ ફરિયાદ થતાં તાલુકા પોલીસે ચારેય ઇસમો વિરૂધ્ધ કાર્યવાહી હાથ ધરી છે.જ્યારે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે.

Most Popular

To Top