Vadodara

મિઢોળ-શુરાશામળ-શિનોરના વિદ્યાર્થીઓ માટે બસ ચાલુ કરાઇ


શિનોર તાલુકાના સાધલી ગામે સરકારી સ્કૂલો તથા કોલેજ તેમજ અન્ય સરકારી કચેરીઓ આવેલી છે. શિનોર-શુરાશામળ-મિઢોળ તેમજ અન્ય ગામો ના વિદ્યાર્થીઓને મુસાફરો અપડાઉન કરવામા ખુબ જ તકલીફ પડતી હતી. સાધલીથી સાંજે સ્કુલના વિદ્યાર્થીઓને ધરે પરત આવવા માટે એક પણ બસનો સમય ન હતો.પરતુ ડભોઈ ડેપો દ્વારા આજરોજ થી વડોદરા-સાધલી-શિનોર વાયા પોર-કાયાવરોહણ-સાધલીની સાંજે બસ ચાલુ કરવામા આવેલ છે. તે જાણી સમગ્ર પંથકના મુસાફરો-વિદ્યાર્થી-નોકરીયાત વર્ગ વાલીઓમા આનંદની લાગણી જોવા મળી રહી છે
ડભોઈ ડેપો દ્વારા વડોદરા-સાધલી-શિનોર વાયા પોર-કાયાવરોહણ-સાધલી મિઢોળ-શુરાશામળ-ની બસ વડોદરા ડેપો માથી બપોરે 3-15 કલાકે ઉપડશે અને આજ બસ શિનોર થી 5-15 કલાકે શિનોર-શુરાશામળ-મિઢોળ-સાધલી-કાયાવરોહણ-પોર થઈને વડોદરા પહોચશે. આ બાબતે રેલ એન્ડ રોડ પેસેન્જર એસો.ના પ્રમુખ તેમજ સરપંચો દ્વારા વડોદરા વિભાગીય નિયામક-તથા ડભોઈ ડેપો મેનેજર ને લેખિત-મૌખિક રજુઆત કરવા મા આવતા તેમને વિદ્યાર્થીઓના હિત મા તાત્કાલિક અમલ કરાવી બસ ચાલુ કરાવેલ છે.આ બસ ચાલુ કરવા મા આવતા સમગ્ર પંથક ના વિદ્યાર્થીઓ ને મુસાફરો તથા વાલી ઓ દ્વારા વિભાગીય નિયામક વિકલ્પ શર્મા સાહેબ તથા ડેપો મેનેજર નો હૃદય પૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો..
શિનોર-શુરાશામળ-મિઢોળ તેમજ અન્ય ગામો ના વિદ્યાર્થીઓ ને અભ્યાસ કરવા માટે ફરજીયાત સાધલી આવવુ પડતુ હોય છે. સવારે બસ હતી પરંતુ સાંજે સ્કુલે થી છુટયા પછી ધરે આવવા માટે એક પણ બસ ન હતી.જેના કારણે વિદ્યાર્થીઓને, મુસાફરોને નોકરીયાત વર્ગ સાંજે ધરે આવવા મા ખુબ જ તકલીફ પડતી હોય છે. આ તમામ ને ના છુટકે ખાનગી વાહનો દ્વારા ડબલ ભાડુ ખર્ચી ને જીવ ના જોખમે મુસાફરી કરવી પડતી હતી.પરતુ આ અંગે રજૂઆત કરવામા આવતા બસ ચાલુ કરવામા આવી છે. જેનો લાભ શિનોર તાલુકા મથક હોવાથી સરકારી કચેરીઓ આવેલી છે. તેમા નોકરી કરતા દરેક કર્મચારીઓને ડાયરેક્ટ વડોદરા ની બસ નો લાભ મળી રહેશે. અન્ય ગામો ના વિદ્યાર્થીઓને મુસાફરો ને પણ સ્કૂલ ના ટાઈમે બસ આપવામાં આવે એવી સમગ્ર પંથકમાં મુસાફરોની લોકમાગ છે….

Most Popular

To Top