Vadodara

માલિકની જાણબહાર ભાડા પર લીધેલી વાન ભેજાબાજે બારોબાર વેચી નાખી.

માંજલપુર અંબાજીનગરના ગઠિયાએ ભાડા કરાર પર વાન લીધી હતી

પ્રતિનિધિ. વડોદરા 20.

સાડા દસ લાખની પીકઅપ વાન ત્રીસ હજારમા ભાડે લઈને માંજલપુરના ગઠીયાએ વાનના માલિકને અંધારામાં રાખીને સગેવગે કરી નાખતા છેતરપિંડીનો ગુનો વરણામા પોલીસ મથકે નોંધાયો હતો.

વાનના માલિક સાગર નગીનભાઈ બારીયાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે વર્ષ ૨૦૨૪ ના ડિસેમ્બરમાં તેમને સંપર્ક અશ્વિન પરસોતમ પટેલ (રહે: અંબાજી નગર જીઆઈડીસી રોડ વડોદરા) સાથે થયો હતો. તેમની માલિકીની પીકઅપ વાન 30 હજારના ભાડે લઈને ભેજાબાજ અશ્વિન લઈ ગયો હતો. ૧૦.૫૦ લાખ કિંમતની પીક અપ વાનની ડિપોઝિટ પેટે કોરો ચેક આપ્યો હતો અને ભાડા કરાર કર્યો હતો. ભાડા કરાર કરાવી લીધા પછી ગઠીયાએ વાન ફેરવવા ના બદલે કોઈ અજાણ્યા ઈસમને બારોબાર આપી દીધી હતી. લાંબા અરસા બાદ પણ વાન પરત ના કરતા માંજલપુરના પંડિત દિન દયાલ નગરમાં જઈને ઠગ અશ્વિનને મળ્યા હતા. માથાભારે ગઠિયાએ નાણાં કે વાન પરત આપવાના બદલે મારી નાખવાની ખુલ્લી ધમકી આપી હતી.

Most Popular

To Top