શિનોર તાલુકાના માલસર – અસા નર્મદા બ્રિજ પર આજરોજ સવારે એક બિનવારસી મોટર સાઇકલ,મોબાઈલ ફોન અને ચંપલ મળી આવ્યા હતાં.આ ઉપરાંત મોટર સાઇકલ સાથે બાંધેલી થેલીમાંથી પ્લબરીંગનું સામાન મળી આવ્યું હતું.જે અંગેની જાણ થતાં જ શિનોર અને આમલેથા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી મોટર સાઇકલ ચાલક યુવક કોણ છે અને ક્યાંનો છે અને મોટર સાઇકલ ચાલક યુવકે નદીમાં ઝંપલાવ્યું છે કે કેમ તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે…