
શિનોર તાલુકાના માંગલ્ય ધામ માલસર મુકામે નર્મદા નદીના કિનારે ગજાનન આશ્રમ આવેલો છે.આ આશ્રમ ખાતે ગુરુજી વિજયભાઈ જોષી દ્વારા દર વર્ષે મકરસક્રાંતિના પર્વ નિમિત્તે બાળકોને પતંગ અને દોરીનું વિતરણ કરવામાં આવે છે.ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ ગજાનન આશ્રમ ના ગુરુજી વિજયભાઈ જોષી દ્વારા મકરસંક્રાંતિના પર્વ નિમિત્તે માંલસર તેમજ આજુબાજુ વિસ્તારના આશરે 1200 થી વધુ બાળકોને પતંગ અને દોરીનું વિતરણ કરવામાં આવ્યું હતું.અને ત્યારબાદ બાળકોને પેસ્ટ્રી, પુરી,સુરતી,ઉંધીયું તેમજ શુદ્ધ ઘી ની જલેબી સાથે બાળકોને ભોજન ગુરુજી દ્વારા જમાડવામાં આવ્યું હતું.જેને લઇને બાળકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો…

