Vadodara

મારી હોળી, વૈદિક હોળી તથા મારી સોસાયટી, પ્રદૂષણ મુક્ત સોસાયટી અભિયાન થકી પર્યાવરણ જાગૃતિ સંદેશ


*પર્યાવરણમાં ગૌમાતાના છાણાં બળવાથી બિટા-પ્રોપેનો લેકેટોન, એથેલિન ઓક્સાઈડ, પ્રોપિલીન ઓક્સાઈડ, ફાર્મલ ડિહાઈડ, ઓક્સિજન જેવા વાયુનું ઉત્સર્જન થાય છે.*


કામધેનુ સેવા સંવર્ધન ટ્રસ્ટ ગૌશાળા વડોદરા
તરફથી છેલ્લા સાત વર્ષથી *ગૌમાતા બચાવો, પર્યાવરણ બચાવો, વૃક્ષો બચાવો* અભિયાન ચલાવી રહ્યા છે. સાથે જ “મારી હોળી, વૈદિક હોળી” તથા મારી સોસાયટી, પ્રદૂષણ મુક્ત સોસાયટી ” અભિયાન થકી લોક જાગૃતિની પહેલ કરવામાં આવી છે. જેમાં હવે ધીમે ધીમે લોકો જોડાઇ રહ્યા છે.જેમાં દર વર્ષે થતા હોળીના ઉત્સવમાં હજારો વૃક્ષોનો ભોગ લેવાય છે. એક સર્વે અનુસાર એક વૃક્ષ એક વર્ષ દરમ્યાન 260 પાઉંડ ઓક્સિજન ઉત્પન્ન કરે છે. જે એક વર્ષ દરમ્યાન 2 વ્યક્તિને મળે છે. વડોદરા સિટીની અંદર 5000 થી વધુ સ્થળોએ નાની મોટી હોળીનું આયોજન થાય છે, જેમાં કેટલાય વૃક્ષો કપાય છે અને કેટલાય ટન ઓક્સિજનનું નુકસાન આપણે સહન કરવું પડે છે તથા પ્રદૂષણ, અસહ્ય ગરમી, પર્યાવરણની અનિયમિતતા, વરસાદની અનિયમિતતા તો અલગ!!!
આ બધા મુદ્દાઓને ધ્યાનમાં રાખી ગૌશાળા તરફથી છેલ્લા સાત વર્ષથી વૈદિક હોળીનો પ્રોજેક્ટ ચલાવવામાં આવે છે. જેમાં ગૌશાળા તરફથી 121 કિલો ગાયના છાણાની સાથે 11 પ્રકારની વૈદિક સામગ્રીની કિટ સોસાયટી, ગલી, પોળ, મોહલ્લા સુધી પહોંચાડવામાં આવે છે. જેમાં એક પણ લાકડાનો ઉપયોગ થતો નથી કે કોઈ ખાડા ખોદવાની પણ જરૂર પડતી નથી. જે લોકો વૈદિક હોળીની કીટ ગોઠવવા અસમર્થ છે તો તેમને ગૌશાળાના સંચાલક મનોજભાઈ અને શ્રૃતિ બેન પોતે સ્થળ પર જાય છે અને ગોઠવણી કરી આપે છે. આ સેવાનો ઉદેશ્ય લોકો વૈદિક હોળીને અપનાવે એ છે.
આ સેવાથી બિમાર અને વૃધ્ધ ગૌમાતાનું માટે આર્થિક સહાય મળે છે, ગૌમાતાના ગોબર (છાણાં)નું મુલ્યવધન થાય છે, વૃક્ષો બચે છે, પર્યાવરણ બચે છે. પર્યાવરણમાં ગૌમાતાના છાણાં બળવાથી બિટા-પ્રોપેનો લેકેટોન, એથેલિન ઓક્સાઈડ, પ્રોપિલીન ઓક્સાઈડ, ફાર્મલ ડિહાઈડ, ઓક્સિજન જેવા વાયુનું ઉત્સર્જન થાય છે.

આ ઉદેશ્યને વધુ વેગ આપવા સમાજની જાગૃતતા અનિવાર્ય છે. આ અભિયાનને આવનારા વર્ષોમાં વધુ સફળ બનાવવા સંસ્થા સાથે આ વર્ષે 20 જેટલા કોલેજના વોલેનટીયર્સ જોડાયા છે. જે અલગ અલગ જગ્યાએ જઈને વૈદિક હોળી ગોઠવી આપશે તથા ત્યાં ઉપસ્થિત લોકોને વૈદિક હોળીનું મહત્વ પણ સમજાવશે. તથા “સેલ્ફી વિથ વૈદિક હોળી” માં
•મારી હોળી,વૈદિક હોળી
•મારૂં શહેર, પ્રદૂષણ મુક્ત શહેર
•ગૌમાતા બચાવો, વૃક્ષો બચાવ
•હું જાગૃત નાગરિક છું, આપ પણ બનો.
જેવા સ્લોગન સાથે સેલ્ફી લેવાડાવશે.

આ અભિયાનથી 1190+ દેશી ગૌવંશ ને લાભ થાય છે, 500 જેટલી નાની મોટી ગૌશાળા તથા પરિવારને રોજગારી મળે તથા 50 જેટલા ટ્રાન્સપોર્ટરને પણ રોજગારી મળે છે.

ગાયના છાણાં નું મહત્વ એ આપણા ધર્મ પુરાણોમાં પણ ઉલ્લેખ છે સાથે જ તેના વૈજ્ઞાનિક તથ્યો પણ છે પ્રથમ વર્ષે શરુઆતમાં કામધેનુ સેવા સંવર્ધન ટ્રસ્ટ ગૌશાળા, વડોદરા દ્વારા 19 જગ્યાઆએ વૈદિક હોળીની શરુઆત કરી હતી અને ધીરે ધીરે લોકો જોડાતાં, લોકોમાં પર્યાવરણ અંગેની જાગૃતિ આવતા ગત વર્ષે 109 સ્થળોએ વૈદિક હોળી આપવામાં આવી હતી જેનાથી વૈદિક હોળી ગોઠવી આપનાર 10ભાઇ બહેનોને રોજગારી મળી હતી અને 100 ગૌવંશને,15 ટ્રાન્સપોર્ટરોને લાભ થયો હતો.

Most Popular

To Top