Vadodara

મારામારીના કેસમાં પાંચ વર્ષની કેદ ફરમાવતી ડભોઇ કોર્ટ

ડભોઇના નવાપુરા – જમાતખાના પાસે 2018માં થયેલી મારામારીમાં ગંભીર ઇજા પહોંચાડી હતી

ડભોઇ: ડભોઇ એડિશનલ સેશન્જસ કોર્ટ દ્વારા આજરોજ 307ના આરોપીને પાંચ વર્ષની સજા ફટકારતા કોર્ટમાં સન્નાટો છવાઈ ગયો હતો.
આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના ૫ મી ઓગસ્ટ ૨૦૧૮ના રોજ ડભોઇના નવાપુરા વિસ્તાર નજીક આવેલ જમાતખાના પાસે ઘટી હતી જેમાં આરોપી આમિરભાઈ વલીભાઈ મનસુરીએ એ જ વિસ્તારમાં રહેતા તરબેજ સલીમભાઈ ઘાંચી સાથે ઉગ્ર બોલા ચાલી થયા બાદ મામલો વધુ બીચકતા છુટ્ટા હાથની મારામારીઓ થઈ હતી . જેમા આરોપી આમિર મન્સૂરીએ તરબેજ ઘાંચીને હૃદય અને પેટના ભાગે માર મારી ભયંકર ઇજાઓ પહોંચાડતા ડભોઇ પોલીસ મથકમાં ૩૦૭ ની કલમ મુજબનો ગુનો નોંધાયો હતો. જે અંતર્ગત આજરોજ આ ગુનો ડભોઇ એડિશનલ સેશન જજ વાઘેલાની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ અને સામેના પક્ષના વકીલની દલીલો સાંભળી એડિશનલ સેશન જજ એચ.જી. વાઘેલાએ બંને પક્ષોની દલીલો સાંભળી આરોપી આમિર મન્સૂરી સામે ચુકાદો આપતા ૩૦૭ ની કલમ મુજબ પાંચ વર્ષની સજા અને ૧૫૦૦૦ રોકડ નો દંડ સાથે ૩૨૬ ના ગુના મુજબ ત્રણ વર્ષની સજા અને ૫૦૦૦ રોકડનો દંડની સજા ફરમાવી અને જો આરોપી રોકડ રકમ ન ભરે તો વધુ એક માસની સાદી કેદની સજા સાથોસાથ દંડની રકમમાંથી ૧૫ હજાર રૂપિયા ઇજાગ્રસ્ત અને ચૂકવવાનો હુકમ ફરમાયો હતો. જજ દ્વારા આ સજા ફટકારતા સમાજમાં એક સીધો દાખલો પણ સામાન્ય મારામારી ન થાય તે માટેનો બેસાડ્યો અને તેની સાથે જ સજા સાંભળતા જ કોર્ટમાં સંન્નાટો છવાઈ ગયો હતો.

Most Popular

To Top