સ્વતંત્રતા દિવસ પર તમારા મનમાં સકારાત્મકતાનો ધ્વજ લહેરાવીને સાચી સ્વતંત્રતાનો અનુભવ કરો અને બીજાઓને પણ તેનો અનુભવ કરાવો
૧૫ ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસ પર, બ્રહ્માકુમારી અટલાદરા સેવા કેન્દ્ર ખાતે વર્ગના તમામ ભાઈ-બહેનોની હાજરીમાં, સેવા કેન્દ્રના ડિરેક્ટર બી.કે. ડૉ.અરુણા દીદી દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવશે અને ત્રિરંગાને સલામી આપવામાં આવશે.
આ પ્રસંગે, અરુણાદીદી દ્વારા દરેક ને આધ્યાત્મિક સંદેશ આપવામાં આવશે કે માનસિક વિકારો અને માનસિક નબળાઈઓથી મુક્ત રહેવું એ જ જીવનની સાચી સ્વતંત્રતા છે અને જ્યારે આપણે આવા સારા વિચારોથી પોતાને સશક્ત બનાવીશું અને નકારાત્મકતાથી સંપૂર્ણપણે મુક્ત થઈશું, ત્યારે આપણે ભારતને સુવર્ણ ભારત બનાવી શકીશું, તેથી જ આપણે સમાજમાં દરેકના મનમાં સકારાત્મકતાનો ધ્વજ લહેરાવવાનું અને ભારતને સુવર્ણ ભારત બનાવવાનું પણ કામ કરવું જોઈએ.