વડોદરા, તા. ૨૮
માતા – પિતાના મૃત્યુ બાદ માનસિક રીતે અસ્વસ્થ મહિલાને સાચવવાની સબંધીઓએ ના પાડી દેતા અભયમ ટીમ ઘટના સ્થળે પહોચી જઈને મહિલાને વન સ્ટોપ સેન્ટરમાં આશરો આપ્યો હતો અને મુશ્કેલીનું સમાધાન કર્યું હતું.
કલાદર્શન વિસ્તારમાં રહેતા પરિવારમાં માતા – પિતા અને તેમની દીકરી રહેતી હતી. દીકરી માનસિક રીતે અસ્વસ્થ છે. પરંતુ થોડા સમય પહેલા મહિલાના માતા – પિતા મૃત્યુ પામ્યા હતા. બાદમાં તેમનું ઘર હતું પરંતુ તેમની પાસે આવકનું કોઈ સાધન ન હોવાથી જીવન જીવવામાં મુશ્કેલી થતી હતી. જોકે આસપાસના લોકો સમજદાર હોવાથી તેઓ મહિલાને મદદ કરતા હતા. પરંતુ આજે તે જ વિસ્તારમાં રહેતા દુકાનદારે અભયમને કોલ કરીને જાણ કરી હતી કે, મહિલાને રહેવા માટે મકાન છે પણ જીવન ગુજારવા માટે કોઈ આવકનું સાધન નથી અને આજુબાજુ વાળા તેમને જમવાનું આપે છે અને તે ઘરની બહાર નીકળી જાય છે જેથી અભયમ ટીમે કાઉન્સીલીંગ કરતા બહેને આશ્રમમાં જવાનું કહ્યું હતું. જોકે તેઓ માનસિક રીતે અસ્વસ્થ હોવાથી તેઓને વન સ્ટોપ સેન્ટર ખાતે મોકલવામાં આવ્યા હ્તા.