Charotar

માતરની કેનાલમાં ગાબડું પડતા એક હજાર વિઘામાં પાક ડૂબ્યો

માતરથી કોશિયલ જતી મહી કેનાલની માતર શાખામાં ખડિયારાપુરા ગામ પાસે ગાબડું પડ્યું



માતર.
માતરથી કોશિયલ જતી મહી કેનાલની માતર શાખામાં ખડિયારાપુરા ગામ પાસે ગાબડું પડ્યું પડ્યું હતું. જેના કારણે એક હજાર વીઘા જમીન પર પાણી ફરી વળતા પાક ડૂબી ગયો હતો. જેના કારણે ખેડૂતો માં ભારે રોષ ફેલાયો છે.
માતરના ખડિયારાપુરા ગામ પાસે કેનાલમાં ગાબડું પડ્યું હતું. કેનાલ તૂટતાં મોટી સંખ્યામા પાણીનો જથ્થો ખેતરોમા ભરાયો હતો. ડાંગરની રોપણીમાં કેનાલના પાણી ફરી વળતા ખેડૂતોની હાલત કફોડી બની હતી.

માતર ત્રાજ થઇ કોશિયલ તરફ જતી કેનાલમાં ભંગાણ પડ્યું હતું. ધરસમસતા પાણીનો પ્રવાહ વેગથી ખેતરો પાણીમાં ડૂબી ગયા હતાં.અંદાજિત 1000 વીઘામાં નુકશાન થયું હતું. 150 થી વધુ ખેડૂતોના ખેતરમાં પાણી ભરાતા પાકને નુકસાન થયું છે.

Most Popular

To Top