માતા બપોરના સુમારે દુકાનનું શટર ખોલવા જઇ રહી હતી તે સમયે વીજ શોક લાગ્યો
(પ્રતિનિધિ) ખેડા તા.30
માતરના મહેલજ ગામમાં રહેતા મહિલા વેપારીને દુકાનનું શટર ખોલવા જતાં વીજ શોક લાગ્યો હતો. આથી, નજીકમાં રહેલા તેમનો પુત્ર તેમને બચાવવા જતાં તેઓ પણ વીજ શોકનો ભોગ બન્યાં હતાં. જેના કારણે ત્રણના મોત નિપજ્યાં હતાં. આ બનાવ અંગે માતર પોલીસે તપાસ હાથ ધરી છે.
માતરના મહેલજ ગામમાં રહેતા યાસ્મીનબાનુ પઠાણ (ઉ.વ.40) પોતાની દુકાનનું શટર ખોલવા જઇ રહ્યાં હતાં, તે સમયે અચાનક તેમને વીજ શોક લાગ્યો હતો. આ દ્રશ્ય જોઇ નજીકમાં રમતા તેમના પુત્ર આવેશ સજજતખા પઠાણ (ઉ.વ.16), પુત્રનો મિત્ર સાહિલશા દિવાન (ઉ.વ.11)એ તેમને છોડાવવા પ્રયત્ન કર્યો હતો. પરંતુ તેમને પણ ભારે વીજ શોક લાગ્યો હતો. આથી, નજીકમાં રહેલી ખુશ્બુ સબીરખાન પઠાણ (ઉ.વ.14) પણ છોડાવવા જતાં તેને પણ શોક લાગતા સ્થળ પર જ ચારેય બેભાન થઇ ગયાં હતાં.
આ ઘટનાના પગલે આસપાસના લોકો દોડી આવ્યાં હતાં અને સૌને તાત્કાલિક સારવાર માટે ખે઼ડાની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યાં હતાં. જ્યાં યાસ્મીનબાનુ, આવેશખા અને સાહિલશા દિવાનને મૃત્યુ પામેલા જાહેર કર્યાં હતાં. જ્યારે ખુશ્બુબાનુને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યાં હતાં. આ ઘટનાની જાણ થતાં માતર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પ્રાથમિક તપાસમાં મામલો અકસ્માતનો જણાતાં હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
માતરના મહેલજ ગામમાં વીજ શોક લાગતા માતા – પુત્ર સહિત 3ના મોત
By
Posted on