Business

માતરના ભલાડા ગામના પ્રાથમિક શાળાના આચાર્યએ  વ્યાજખોરોના ત્રાસથી મોત વ્હાલુ કર્યુ

શાળાના આચાર્યે સ્યૂસાઈડ કરતા ચકચાર

વ્યાજખોર સહિત વહીવટદારો મળી 7 સામે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાઈ

(પ્રતિનિધિ) નડિયાદ, તા.23

માતર તાલુકાના ભલાડા ગામના ધના તળાવ પ્રાથમિક શાળાના 48 વર્ષિય આચાર્ય શિક્ષકે 11 દિવસ પહેલા શાળામાં જ સેલફોસની દવા પી ને જીવનનો અંત આણ્યો હતો. વ્યાજખોરો તગડુ વ્યાજ લેતા તેઓના ત્રાસથી શિક્ષક આચાર્યે મોતને વહાલું કર્યું છે. સારવાર દરમિયાન મોત થતાં પરિવારમા આઘાત પ્રસરી ગયો હતો. આ બનાવ મામલે બનાવના 11 દિવસ પછી લીબાસી પોલીસ ચોપડે મૃતકના પત્નીએ નડિયાદના 7 વ્યાજખોરો અને વહીવટદારો સામે ફરિયાદ નોંધાવી છે.

નડિયાદ શહેરમાં પીજ રોડ પરની ગીતાંજલી ચોકડી પાસે આવેલી શિવ શક્તિ સોસાયટીમાં 48 વર્ષિય નિરવભાઈ ઉર્ફે પપ્પુ ભગુભાઈ પટેલ રહેતા હતા. તેઓ છેલ્લા 2 વર્ષથી માતર તાલુકાના ભલાડા ગામે ધના તળાવ પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા હતા. નિરવભાઈએ કેટલાક લોકો પાસેથી વ્યાજે નાણાં લીધા હતા. વ્યાજની ઉઘરાણીના ફોન આવતા છેલ્લા 10 દિવસથી નિરવભાઈ સતત તણાવમાં રહેતા હતા. ગત 12 સપ્ટેમ્બર 2024ના રોજ તેઓ રોજીંદા સમય મુજબ નડિયાદ ખાતેથી પોતાની નોકરીએ જવા નીકળ્યા હતા. બાદમાં બપોરે નિરવભાઈએ પોતાની પત્નીને ફોન કરીને જણાવ્યું હતું કે, ‘મે સેલફોસની દવા પી લીધી છે’ જે સાંભળી તેમના પત્ની અર્ચનાબેન અને સગાવાલાઓ તુરંત ભલાડા ગામે શાળાએ દોડી ગયા હતા. શાળાએથી સભાન અવસ્થામાં નિરવભાઈને તુરંત સારવાર અર્થે નડિયાદ ખાતેની હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. આ પહેલા સભાન અવસ્થામાં જ નિરવભાઈએ પોતાની પત્નીને એક લખેલો કાગળ આપ્યો હતો અને જણાવ્યું હતું કે, ‘આ નોટમાં લખેલા નામ વાળા લોકો મારી પાસે અતીશય પૈસાની ઉઘરાણી કરતા હોય તેઓએ મને દવા પીવા મજબુર કર્યો છે’ ટૂંકી બે કલાકની સારવાર બાદ નિરવભાઈએ દમ તોડ્યો હતો. આ બનાવ સંદર્ભે મરણજનાર નિરવભાઈના પત્ની અર્ચનાબેને ઉપરોક્ત 7 વ્યાજખોરો અને વહીવટદારો સામે લીંબાસી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સ્યુસાઈડ નોટમાં આ નામો નીકળ્યા

નિરવભાઈએ લખેલ સ્યૂસાઈડ નોટમાં (1) નરેશ પટેલ કે જેણે 2 % વ્યાજે રૂ પિયા આપ્યા બાદ બીજા મહિનાથી 10% વ્યાજ અને પેનલ્ટી લેવાનું ચાલુ કર્યું (2) વીકી જે નરેશ પટેલનો વહીવટ કરે છે (3) રાકેશ પરમારએ પણ 10% વ્યાજ લે છે (4) કલ્લુ ઉર્ફે વિક્રમ મારવાડી જેણે પણ 3% એ રૂપીયા આપ્યા અને બાદમાં 60% વ્યાજ લે છે આ વ્યક્તિએ નિરવભાઈને રૂપિયા 1 લાખ આપીને ડરાવી ધમકાવી રૂપિયા 4.50 લખાણ કરવા રૂપીયા માગતો હતો. (5) હાર્દિક બારોટ જે 10% વ્યાજ લે છે. (6) અલ્પેશ પટેલ અને (7) અલ્પેશ પટેલનો વહીવટદાર જતીન પટેલ છે. જેઓ દરેકને નિરવભાઈએ પૈસા ગુગલ પે કરેલ છે તે રીતેના લખાણવાળી સ્યુસાઇડ નોટની વીગતો હતી.

Most Popular

To Top